ભાવનગરની 10 તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની 23મીએ ચૂંટણી

ભાવનગર જિલ્લાની ભાવનગર, ઘોઘા, તળાજા, મહુવા, શિહોર, ગારીયાધાર, પાલીતાણા, વલ્લભીપુર, ઉમરાળા, જેસર તાલુકા પંચાયતોના પ્રમુખ / ઉપપ્રમુખની ચૂંટણી માટે જિલ્લા વિકાસ અધિકારી ભાવનગર દ્વારા 23મેના…

ભાવનગર જિલ્લાની ભાવનગર, ઘોઘા, તળાજા, મહુવા, શિહોર, ગારીયાધાર, પાલીતાણા, વલ્લભીપુર, ઉમરાળા, જેસર તાલુકા પંચાયતોના પ્રમુખ / ઉપપ્રમુખની ચૂંટણી માટે જિલ્લા વિકાસ અધિકારી ભાવનગર દ્વારા 23મેના 11-00 કલાકે તમામ તાલુકા પંચાયતની પ્રથમ બેઠક બોલાવવાનું નક્કી કરેલ છે. આ અંગેની નોટીસ તમામ તાલુકા પંચાયતના સભ્યઓથી મોકલી અપાયેલ છે.

સભ્યોએ પ્રમુખ / ઉપપ્રમુખની ઉમેદવારી માટે નિયત નમુનાના ફોર્મ જે તે તાલુકા પંચાયત ખાતેથી મેળવી ફોર્મ પ્રથમ બેઠકના અગાઉના દિવસે એટલે કે તા.22 મેના સમય 11-00 થી 14-00 કલાક સુધીમાં ભરીને જે તે તાલુકા વિકાસ અધિકારીને પહોંચતા કરવાના રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી જિલ્લા વિકાસ અધિકારીની કચેરીમાં 22 મેના દિવસે બપોરે 2 વાગ્યે કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *