મૃત્યુનું કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાવાયું
ગોંડલ તાલુકાના બિલીયાળા ગામે ત્રણ દિવસ પહેલા પડી જતાં યુવાનનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃત્યુનુ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સીક પી.એમ.અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, બિલીયાળા ગામે રહેતો જયેશ બાબુભાઈ રાઠોડ (ઉ.32) નામનો યુવાન ગત તા.22નાં પોતાના ઘરે હતો ત્યારે અચાનક પડી જતાં માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે ગોંડલ તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મોત અંગે શંકા ઉપજતાં મૃત્યુનુ સાચુ કારણ જાણવા મૃતદેહનું ફોરેન્સીક પી.એમ.કરાવવા તજવીજ હાથ ધરી છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ જાણવા મળશે. પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઈ એક બહેનમાં વચેટ અને કડીયા કામ કરતો હતો તેને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.
