સુરતના ગજેરા ગ્રુપને ત્યાં આવકવેરા દરોડામા 7 કરોડ રોકડ અને 27 કરોડના દાગીના સીઝ

સુરત ઈન્કમટેક્સ વિભાગ દ્વારા છેલ્લાં છ દિવસોથી લક્ષ્મી ડાયમંડ જુથના વસંત ગજેરા, ચુની ગજેરા અને સંલગ્ન ધંધાર્થીઓના સ્થળોએ ચાલી રહેલી તપાસ છઠ્ઠા દિવસે પુર્ણ થઇ…

સુરત ઈન્કમટેક્સ વિભાગ દ્વારા છેલ્લાં છ દિવસોથી લક્ષ્મી ડાયમંડ જુથના વસંત ગજેરા, ચુની ગજેરા અને સંલગ્ન ધંધાર્થીઓના સ્થળોએ ચાલી રહેલી તપાસ છઠ્ઠા દિવસે પુર્ણ થઇ છે. છેલ્લાં પાંચ-છ દિવસોથી સુરત ઈન્કમ ટેક્સ વિભાગની ઈન્વેસ્ટીગેશન વિંગની ટીમ દ્વારા લક્ષ્મી ડાયમંડના ગજેરા બંધુ સહિત તેની સાથે ધંધાકીય વ્યવહારો ધરાવતા બિલ્ડર અનિલ બગદાણાના 30 પૈકી 15 સ્થળો પર સર્ચની કાર્યવાહી જારી રહી હતી. સર્ચની કાર્યવાહીમાં 7 કરોડા રોકડા અને 20 કરોડના જવેરાત કબજે કરવામાં આવ્યા છે.

મોટાભાગે તપાસ હવે આટોપી લેવામાં આવી છે. તે પૂર્વે તપાસનો રેલો ફાયનાન્સર બ્રિજ ઠક્કર ઉર્ફે મુન્ના ઓલપાડીના ઓલ પાલ ખાતેના રહેણાંક-ઓફીસના સ્થળ સુધી પહોંચી હતી. જેને પગલે હવે મોટા માથાઓના કાળા નાણાં અહી વ્હાઇટ કરાયા છે કે કેમ તે અંગે ડોક્યુમેન્ટના આધારે વેરીફિકેશન ચાલી રહ્યું છે. જારી રહેલા સર્ચ ઓપરેશનમાં લક્ષ્મી ડાયમંડ, રીયલ એસ્ટેટ સહિત શાંતાબા શેક્ષણિક સંસ્થાનો ને સકંજામાં લેવામાં આવ્યા હતા. તદુપરાંત ગજેરા બંધુઓ સાથે ધંધાકીય વ્યવહારો ધરાવતા અનિલ બગદાણા, યુનિવર્સલ ગ્રુપના કિશોર ગોવલીયા, પ્રવિણ અગ્રવાલ ઉર્ફે ભૂત, તરૂૂણ ભગત સહિતના વ્યવસાયીઓને પણ સકંજામાં લેવામાં આવ્યા હતા. ઉપરાંત દસ્તાવેજો, ડાયમંડ સ્ટોકના વેલ્યુએશન તથા વૈરીફિકેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તદુપરાંત તમામ સ્થળો પરથી 17 જેટલી મળેલી મોંઘીદાટ કારની ખરીદી અંગેની વિગતો મેળવી હતી.દરમિયાન સુરત તથા મુંબઈ આયકર ઈન્કમટેક્સની તપાસનો રેલો સુરતના ફાયનાન્સર તથા પાલ સ્થિત રાજહંસ એલીટાના રહેણાંક તથા જુનો મોનેટ સ્થિત ઓફીસ ધરાવતા બ્રિજ ઠક્કર ઉર્ફે મુન્ના ઓલપાડીની પ્રિમાઈસીસ સુધી પહાચ્યો હતો. તે રીયલ એસ્ટેટ જુથને ફાઇનાન્સ પુરુ પાડતા હોવાની તેમજ એક બિલ્ડરના પ્રોજેક્ટમાં ઓફિસ ખરીદી હોવાની વિગતોના આધારે તપાસ હાથ ધરાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું છે. આ ઉપરાંત સંભવત: હવાલા અને સટ્ટાબજાર સાથેના કનેકશન દ્વારા રીયલ એસ્ટેટમાં નાણાંકીય રોકાણો કરવામાં આવતા હોવાની ઈન્કમટેક્સ વિભાગને આશંકા છે. મુખ્યત્વે જમીન લે-વેચના ધંધા, સટ્ટા તથા હવાલાની ક્રમબધ્ધ કડી જોડીને કરચોરીની આશંકાના આધારે વધુ તપાસ જારી રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *