કાશ્મીરના લાલચોકમાં સુરતીઓએ ભગવો લહેરાવી હવન પણ કર્યો

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ મોટાભાગના લોકોએ પોતાનો કાશ્મીર પ્રવાસ રદ્દ કરી દીધો હતો. પરંતુ સુરતના યુવાનો હિંમત દાખવીને કાશ્મીર પહોંચ્યાં છે. એટલું જ નહીં…

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ મોટાભાગના લોકોએ પોતાનો કાશ્મીર પ્રવાસ રદ્દ કરી દીધો હતો. પરંતુ સુરતના યુવાનો હિંમત દાખવીને કાશ્મીર પહોંચ્યાં છે. એટલું જ નહીં પરંતુ શ્રીનગરના લાલચોક ખાતે હવન પણ કર્યો હતો. સુરતના યુવાનોએ લાલચોક ખાતે દેશભક્તિ ગીતો ગાઈને દેશદાઝ દેખાડી હતી. આ યુવાનોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોની આત્માને શાંતિ મળે તે માટે લાલચોક ખાતે હવન કરીને આ યુવાનોએ ભગવો પણ લહેરાવ્યો હતો.જમ્મુ અને કાશ્મીરમાં ફરી શાંતિ સ્થપાય તેમાં માટે પણ આ યુવાનોએ અપીલ કરી હતી. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયાં હતા. ત્યાર બાદ સમગ્ર દેશમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.

એટલું જ નહીં પરંતુ આતંકવાદી હુમલાનો બદલો લેવામાં આવે તેવી લોકો માંગણી પણ કરી હતી. શ્રીનગરના લાકચોકમાં ભગવો લહેરાવાના સુરતી યુવાને કહ્યું કે, તે મતૃકોની આત્માને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ આપી કહેવાશે કે જ્યા ધર્મ પૂછીને હત્યા કરાઈ ત્યાં ભગવો લહેરવામાં આવે અને તેરમાની વિધિ થાય તો મતૃકોની આત્માને શાંતિ મળે.

કાશ્મીરના લોકો પણ ફરી એકવાર ત્યાં પ્રવાસ ઉદ્યોગ ધમધમે તેવું ઈચ્છી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ કાશ્મીરને ભારતનું અભિન્ન પણ ગણાવ્યું છે. હવે ભારતે પણ ઓપરેશન સિંદૂર દ્વારા આતંકી હુમલાનો બદલો લીધો છે. ભારતે 100 જેટલા આતંકવાદીઓને માર્યા હતા. આ સાથે સાથે ઓપરેશન દરમિયાના પાકિસ્તાની સેનાના સૈનિકો પણ માર્યા ગયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *