સુરતમાં પોલીસકર્મીના પુત્રએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતકે આપઘાત કરતા પહેલા એક ચીઠ્ઠી લખી હતી. જેમાં ગાડી ચલાવ્યા વિના માનવ જન્મ નકામો હોવાનું લખ્યું હતું. આ ઘટનાને લઈ ઉમરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં પોલીસ કર્મચારીના 23 વર્ષના પુત્ર ચિંતવ ચૌધરીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર પોલીસ બેડામાં પણ આ યુવાન વયના પુત્રએ આપઘાત કરી લેતા અનેક ચર્ચાઓ શરૂૂ થઈ ગઈ છે. યુવાને આપઘાત કરતા પહેલા એક ચીઠ્ઠી લખી હતી. જેમાં તેણે ગાડી ચલાવ્યા વિના માનવ અવતાર નકામો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકે જીવનથી નાસીપાસ થઈને સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મારો માનવ અવતાર નકામો છે. મેં જીવનમાં કશું જ કર્યું નથી. મને ગાડી ચલાવતા નથી આવડતી. ગાડી ચલાવ્યા વિના મારૂૂ જીવન અધૂરુ છે. મારા લગ્ન થયા હોત તો હું મારી પત્નીને કેવી રીતે ફરવા લઈ જતો. મને ગાડી ચલાવવાની ખૂબ ઈચ્છા છે. ગાડી ચલાવ્યા વિના મારૂૂ જીવન અધરૂૂ છે. ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
