ભારતના સૌથી સસ્તા શહેરોમાં સુરત, વડોદરા, અમદાવાદનો સમાવેશ

  અન્ય સૌથી સસ્તા શહેરોમાં લખનૌ, જયપુર, કોચી, ભુવનેશ્ર્વર, કોલકાતા, ચંદીગઢ સહિતનાનો સમાવેશ નુબિયા દ્વારા વિશ્ર્વના સૌથી સસ્તા અને મોઘા શહેરોની યાદી બહાર પાડવામાં આવી…

 

અન્ય સૌથી સસ્તા શહેરોમાં લખનૌ, જયપુર, કોચી, ભુવનેશ્ર્વર, કોલકાતા, ચંદીગઢ સહિતનાનો સમાવેશ

નુબિયા દ્વારા વિશ્ર્વના સૌથી સસ્તા અને મોઘા શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં ભારતના સસ્તા શહેરોની યાદીમાં ગુજરાતના સુરત, વડોદરા અને અમદાવાદનો પણ સમાવેશ કરવામા આવ્યો છે. જયારે ભારતના સૌથી સસ્તા શહેરનું સ્થાન કોઇમ્બતુરને મળ્યુ છે.

વિશ્વના સૌથી સસ્તા અને મોંઘા શહેરોની યાદી સામે આવ ગઈ છે. યાદીમાં ભારતના નવ શહેરોને સૌથી સસ્તા શહેર તરીકે દર્શાવવામાં આવ્યા છે, જ્યારે પાકિસ્તાનના ફક્ત ત્રણ શહેરો સૌથી સસ્તા શહેરોની યાદીમાં છે. ડેટા કંપની નુબિયો દ્વારા નુબિયો કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2025 નામની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં વિશ્વભરના 327 શહેરોનો સમાવેશ થાય છે.

નુબિયાએ આ સર્વેક્ષણ ન્યૂ યોર્કમાં રહેવાના ખર્ચના આધારે વિશ્વભરના શહેરોના ખર્ચની તુલના કરીને હાથ ધર્યું હતું. સર્વે મુજબ સૌથી મોંઘા શહેરોમાં પાંચ સ્વિટ્ઝર્લેન્ડના છે, જ્યારે ચાર અમેરિકાના છે. સ્વિટ્ઝર્લેન્ડ અને અમેરિકા ઉપરાંત, સિંગાપોર, બ્રિટન અને આઇસલેન્ડના શહેરોનું પણ 20 સૌથી મોંઘા શહેરોમાં નામ છે.

327 થી 314 સુધીના 14 સૌથી સસ્તા શહેરોમાં ઇજિપ્તના બે, ભારતના નવ અને પાકિસ્તાનના ત્રણનો સમાવેશ થાય છે. ભારતીય શહેર કોઈમ્બતુર સૌથી સસ્તું શહેર છે, જે યાદીમાં 327મા ક્રમે છે, ત્યારબાદ ઇજિપ્તનું એલેક્ઝાન્ડ્રિયા (326મું), પાકિસ્તાનનું લાહોર (325મું) અને કરાચી (324મું) આવે છે. ઇસ્લામાબાદ 317મા સ્થાને છે.
ભારતના અન્ય સૌથી સસ્તા શહેરો લખનૌ (323), જયપુર (322), સુરત (321), કોચી (320), ભુવનેશ્વર (319), કોલકાતા (318), વડોદરા (316) અને ચંદીગઢ 315મા ક્રમે છે. જે રાજ્યોની યાદીમાં સમાવેશ થાય છે તેમાં મુંબઈ (286), ગુડગાંવ (291), પુણે (299), દિલ્હી (301), નોઈડા (303), હૈદરાબાદ (309), અમદાવાદ (310) અને ચેન્નાઈ 311મા ક્રમે છે.

વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં સ્વિટ્ઝર્લેન્ડના પાંચ શહેરોનો સમાવેશ થાય છે, જેમાંથી ત્રણ ટોચના ત્રણમાં છે. ઝુરિચ સૌથી મોંઘુ શહેર છે, ત્યારબાદ લૌઝેન અને જીનીવા આવે છે. અમેરિકાનું ન્યુ યોર્ક ચોથા સ્થાને છે, ત્યારબાદ સ્વિટ્ઝર્લેન્ડનું બેઝલી પાંચમા સ્થાને અને બર્ન છઠ્ઠા સ્થાને છે.

અમેરિકાનું સાન ફ્રાન્સિસ્કો સાતમા સ્થાને છે અને હોનોલુલુ આઠમા સ્થાને છે. આઇસલેન્ડનું રેકજાવિક અને અમેરિકાનું બોસ્ટન પણ ટોચના 10 મોંઘા શહેરોમાં સામેલ છે. આ પછી, સિંગાપોર 11મા ક્રમે, વોશિંગ્ટન 13મા ક્રમે અને બ્રિટનનું લંડન શહેર 14મા ક્રમે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *