ભારતમાં પહેલી ટેસ્લાની સાઇબર ટ્રક કાર લાવ્યા સુરતના ઉદ્યોગપતિ

  સુરતના જાણિતા ઉદ્યોગપતિ અને મોંઘી કારના શોખીન લવજી બાદશાહે દુબઈથી ટેસ્લાની 51 લાખ રૂૂપિયાની કિંમતની સાઈબર ટ્રક કાર મંગાવી છે. આ કાર સુરતના રસ્તા…

 

સુરતના જાણિતા ઉદ્યોગપતિ અને મોંઘી કારના શોખીન લવજી બાદશાહે દુબઈથી ટેસ્લાની 51 લાખ રૂૂપિયાની કિંમતની સાઈબર ટ્રક કાર મંગાવી છે. આ કાર સુરતના રસ્તા પર જોવા મળતા લોકો મટકું માર્યા વગર તેને જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. મહત્ત્વનું છે કે, ટેસ્લાની આ કાર હજુ ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ નથી.

સુરતના ઉદ્યોગપતિ લવજી બાદશાહે દુબઈમાં પાસિંગ કરાવેલી ટેસ્લાની સાઈબર ટ્રક કાર ભારતમાં મંગાવી છે. આ કાર પર દુબઈની નંબર પ્લેટ જોવા મળી રહી છે. લવજી બાદશાહે આ કાર પર ગોપીન નામ લખાવ્યું છે. આ કારની વિશેષતાની વાત કરીએ તો આ બુલેટપ્રૂફ કાચથી સજ્જ છે. આ કારમાં સિટી અને ઓફ રોડ ડ્રાઈવિંગ માટેના ફીચર્સ પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *