સુપ્રીમ કોર્ટે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને નિયમિત જામીન આપ્યા છે. તથ્યના વકીલે કરી વાતની પુષ્ટિ કરી છે.લગભગ પોણા ત્રણ વર્ષ પછી તથ્ય જેલમાંથી રેગ્યુલર જામીન ઉપર બહાર આવશે. સુપ્રીમ કોર્ટે અગાઉ ફેબ્રુઆરી મહિનામાં ટ્રાયલ કોર્ટને મે મહિના સુધીમાં 25 સાહેદ તપાસવા સૂચના આપી હતી.
18 નવેમ્બર 2025ના રોજ તથ્ય સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હતો. 2023માં ચાર્જશીટ થઈ ત્યારે કુલ 14 દસ્તાવેજી પુરાવા અને 09 મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ રજૂ કરાયા હતા. કુલ 191 સાક્ષી છે. ચાર્જશીટ મુજબ મરનારી વ્યક્તિઓની સંખ્યા 09 છે.
સી.આર.પી.સી.ના 164 નિયમ મુજબ 08 વ્યક્તિનાં નિવેદન લેવાયાં છે, જેમાં 05 અકસ્માત સમયે તથ્યની ગાડીમાં હાજર તેના મિત્રો પણ હતા. અકસ્માતમાં 12 વ્યક્તિ ઘાયલ થયા હતા. કુલ 25 વ્યક્તિનાં પંચનામાં કરાયાં હતા. 08 વ્યક્તિનાં સારવાર સર્ટિફિકેટ રજૂ કર્યા હતા છે. ઋજકના 15 રિપોર્ટ રજૂ કરાયા હતા. આ અકસ્માતમાં 9 લોકોનાં મૃત્યુ ઉપરાંત કુલ 12 લોકો ઘાયલ થયા હતા. હજુ પણ એક વ્યક્તિ કોમામાં છે. તથ્યે 141 કિલોમીટર જેટલી ઝડપે ગાડી હંકારી હતી. આ ઘટનાને બે વર્ષ પૂર્ણ થઈ ચૂક્યાં છે. તથ્યને સેશન્સ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ ક્યાંયથી પણ જામીન મળ્યા નથી. આ બનાવ 20 જુલાઈ 2023નો છે, જેમાં આરોપી સામે 7 દિવસમાં ચાર્જશીટ ફાઇલ થઈ હતી અને સાહેદોના ઈછઙઈ 164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાયાં હતાં.
