રવિ પાક માટે ટેકાના ભાવમાં 10 ટકા સુધીનો વધારો

વર્ષ 2026-27 માટે ઘઉં, જવ, ચણા, મસુર, રાયડો અને કસુંબીનો ટેકાનો ભાવ જાહેર કરાયો: રૂા.160થી 600 સુધીની કિંમત નક્કી કરાઇ ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર શરુ…

વર્ષ 2026-27 માટે ઘઉં, જવ, ચણા, મસુર, રાયડો અને કસુંબીનો ટેકાનો ભાવ જાહેર કરાયો: રૂા.160થી 600 સુધીની કિંમત નક્કી કરાઇ

ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર શરુ થાય તે પહેલા જ વર્ષ 2026-27 માટે ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુંબીના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારે ગત વર્ષની સરખામણીએ ટેકાના ભાવમાં 4 થી 10 ટકાનો વધારો કર્યો છે.

ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ 4 થી 10 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ કસુંબીના ભાવમાં રૂૂ. 600 પ્રતિ ક્વિન્ટલ, જ્યારે રાજ્યના મુખ્ય પાક ઘઉંમાં રૂૂ. 160 પ્રતિ ક્વિ., ચણામાં રૂૂ. 225 પ્રતિ ક્વિ. અને રાયડામાં રૂૂ. 250 પ્રતિ ક્વિ. જેટલો વધારો કરાયો છે.

રાજ્યમાં ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુંબી જેવા રવિ પાકોના વાવેતરની શરૂૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે. આટલા ટૂંકા ગાળામાં જ ટેકાના ભાવોની જાહેરાત કરવા બદલ કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્ય સરકાર તેમજ ગુજરાતના ખેડૂતો વતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી વરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ખેડૂતોના હિત માટે માટે પ્રયત્નશીલ રહી સતત માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે. વર્ષ 2026-27માં ટેકાના ભાવની પોલીસી અંતર્ગત સમાવિષ્ટ ઘઉં માટે રૂૂ. 2,585 પ્રતિ ક્વિ. (રૂૂ. 517 પ્રતિ મણ), જવ માટે રૂૂ. 2,150 પ્રતિ ક્વિ. (રૂૂ. 430 પ્રતિ મણ), ચણા માટે રૂૂ. 5,875 પ્રતિ ક્વિ. (રૂૂ. 1,175 પ્રતિ મણ), મસૂર માટે રૂૂ. 7,000 પ્રતિ ક્વિ. (રૂૂ. 1,400 પ્રતિ મણ), રાયડા માટે રૂૂ. 6,200 પ્રતિ ક્વિ. (રૂૂ. 1,240 પ્રતિ મણ) અને કસુંબી માટે રૂૂ. 6,540 પ્રતિ ક્વિ. (રૂૂ. 1,308 પ્રતિ મણ) ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આમ, વર્ષ 2024-25ની સરખામણીએ વર્ષ 2025-26માં જુદા-જુદા રવિ પાકો હેઠળ રૂૂ. 160 થી રૂૂ. 600 પ્રતિ ક્વિ.નો વધારો કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *