નડતરરૂપ 61 રેંકડી-કેબિન અને 2240 બોર્ડ બેનર જપ્ત કરતું કોર્પોરેશન
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા આજરોજ રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે જ્યુબેલી મવડી બ્રિજનીચે રેલ્વે લાઈન,આનંદ બંગલા ચોક,રામનાથ પરા,કરણ્પાર્ક,રૈયા રોડ,નંદનવન પાર્ક,રવિવારી આજીડેમ,કોઠારીયા રોડ,મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસેથી રસ્તા પર નડતર રૂૂપ 61 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી, જ્યુબેલી, જામનગર રોડ, હેમુગઢવી હોલ, જંકશન રોડ, ગાયત્રીનગર મે.રોડ, ઢેબર રોડ, જંકશન રોડ, કૃષ્ણનગર મે.રોડ, રૈયા રોડ,150 ફુટ રોડ,કાલાવાડ રોડ, નાણાવટી ચોક, ભીમનગર રોડ,યુનિ.રોડ, કોઠારીયા રોડ, ધરાર માર્કેટ, મોરબી રોડ સેટેલાઈટ ચોક પરથી જુદીજુદી અન્ય 470 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવ્યું હતુ.
દબાણ હટાવ શાખા દ્વારા જામનગર રોડ,લક્ષ્મિનગર, જ્યુબેલી, યુનિ.રોડ,કોટેચા ચોક થી આકાશવાણી ચોક સુધી,ધરાર માર્કેટ,કેસરી પુલ,પારેવડી ચોક,કોઠારીયા રોડ,મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસેથી 2227 કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ. કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્કરધામ મેઈન રોડ, યુનિ.રોડ, નાણાવટી ચોક, રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક, ઢેબર રોડ, સોરથીયાવાડી પાસેથી રૂૂ.1,87,250/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.80ફુટ રોડ,પારેવડી ચોક, સંતકબીર રોડ, ધરાર માર્કેટ, કોઠારીયા રોડ, મોરબી રોડ,ભાવનગર રોડ, કુવાડવા રોડ80ફુટ રોડ, અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક પરથી રૂૂ.4,22,595/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.જામનગર રોડ,જલારામ ચોક, જંકશન પ્લોટ, રેસકોર્ષ રોડ, યુનિ.રોડ,150 ફુટ રોડ,નાણાવટી ચોક, સાધુવાસવાણી રોડ, પટેલ ક્ધયા છાત્રાલય, કોઠારીયા રોડ, સેટેલાઈટ ચોક પરથી 2240 બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.
