સુપ્રસિધ્ધ કિવઝ શો ‘કૌન બનેગા કરોડપતી’ મા રાજકોટના પુજાબેન માણેક દ્વારા બનાવેલ અભિતાભ બચ્ચનની ફોટો ચોકલેટને સુપરસ્ટાર બચ્ચન એ પુજાબેનની કલાને બિરદાવી શુભેચ્છા પાઠવી છે હાલમા ‘કૌન બનેગા કરોડપતી’ મા રાજકોટના એક પરીવારએ દર્શક તરીકે ભાગ લીધેલ જેમા સમગ્ર રાજકોટમા એકમાત્ર કસ્ટમાઇઝડ ફોટો ચોકલેટ બનાવતા પુજાબેન જયદીપભાઇ માણેક પાસે અમિતાભ બચ્ચનની ફોટો ચોકલેટ બનાવડાવી તે અમીતાભને શો દરમ્યાન ગિફટ આપેલ જે બચ્ચનને ખુબ જ પસંદ આવેલ તેમજ તેમણે આ સુંદર ફોટો ચોકલેટ બનાવવા બદલ પુજાબેનની પ્રસંશા કરી અને આ ભેટ સહજ ભાવે સ્વીકારી તે પરીવાર સાથે સેલ્ફી લઇ સન્માનિત કરેલ. પુજાબેન માણેક રાજકોટના વિખ્યાત શિવ સ્ટુડિયોના સંચાલક ભાવિનભાઇ ખખરના મોટાબેન છે તેમજ હાલમા વીરપુર શ્રી જલારામ મંદિર આયોજીત મોરારી બાપુની શ્રી રામ કથામા આરતીની થાળી બનાવવાનુ શુભ કાર્ય શ્રી જલારામ મંદિર દ્વારા પુજાબેનને જ સોંપવામા આવેલ. પુજાબેન માણેક કસ્ટમાઇઝડ ફોટો ચોકલેટ તથા અન્ય અનેક અવનવી કલા જેમ કે શ્રીનાથજી બાવાની ધજાનો શણગાર, લગ્નની છાબ ડેકોરશેન, કસ્ટમાઇઝડ રાખડી, દિવાળી ડેકોશેન જેવી અનેક હેંડીક્રાફટ વેરાયટી બનાવે છે તેમજ બાળકો અને ગૃહિણીઓની અનેક સ્પર્ધાઓમા સુપ્રસીધ્ધ લેખિકા કાજલ ઓઝા સંગે નિર્ણાયકની ભુમિકા ભજવી દરેક ગૃહિણી માટે ઉતમ ઉદાહરણ પુરુ પાડે છે. લોહાણા સમાજના ગૌરવસમા દીકરી પુજાબેન માણેકને ચોમેરથી શુભેચ્છા વરસી રહી છે.
પૂજાબેન માણેકે બનાવેલ ફોટો ચોકલેટને બિરદાવતા સુપર સ્ટાર અમિતાભ બચ્ચન
સુપ્રસિધ્ધ કિવઝ શો ‘કૌન બનેગા કરોડપતી’ મા રાજકોટના પુજાબેન માણેક દ્વારા બનાવેલ અભિતાભ બચ્ચનની ફોટો ચોકલેટને સુપરસ્ટાર બચ્ચન એ પુજાબેનની કલાને બિરદાવી શુભેચ્છા પાઠવી છે…
