સુરતમાં આરોપીનું સરઘસ કાઢનાર DCP સામે સુઓમોટો દાખલ

સુરતમાં હત્યાના પ્રયાસ કેસમાં ઝડપાયેલા પાંચ આરોપીઓને જાહેર રસ્તા પર ફેરવી દંડા મારનારા DCP રાજદીપસિંહ નકુમની મુશ્કેલીમાં વધારો થયો છે. આ ઘટનામાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો…

સુરતમાં હત્યાના પ્રયાસ કેસમાં ઝડપાયેલા પાંચ આરોપીઓને જાહેર રસ્તા પર ફેરવી દંડા મારનારા DCP રાજદીપસિંહ નકુમની મુશ્કેલીમાં વધારો થયો છે. આ ઘટનામાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો ભંગ થતો હોય વકીલ ઉત્કર્ષ દવેએ ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો લેવા માટે અરજી કરી હતી. જે અરજીનો સ્વીકાર કરી હાઈકોર્ટે કાર્યવાહી શરૂૂ કરી છે.

આ સમગ્ર મામલાની બેકગ્રાઉન્ડની વાત કરીએ તો, સલાબતપુરાના ખૂનની કોશિશના કેસની તપાસ હાલ એસટીએસસી સેલના એસીપી ચલાવી રહ્યા છે. આ દરમિયાન ઝોનના મૂળ ડીસીપી રજા પર ઉતરી જતાં તેમનો એડિશનલ ચાર્જ રાજદીપસિંહ નકુમને સોંપાયો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ તેઓએ કાયદો અને વ્યવસ્થા જાળવવાના નામે સ્થળ પર એસોજીની ટીમને તેડાવી લીધી હતી. વીડિયો ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એસોજીની ટીમ પણ સાહેબના પગલે ચાલીને આરોપીઓને જાહેરમાં નિર્દયતાથી માર મારતી નજરે પડી હતી.

હત્યાના પ્રયાસના ગુનામાં ઝડપાયેલા પાંચ આરોપીઓને સબક શીખવવાના નામે ડીસીપી રાજદીપ નકુમ ડીજીપી અને સુપ્રીમ કોર્ટના આદેશને જાણે ભૂલી ગયા હતા. આરોપીઓનું જાહેર રસ્તા પર સરઘસ કાઢ્યું હતું. આટલેથી ન અટકતા થોડે થોડે અંતરે આરોપીઓને ઉભા રાખી વાળ પકડી લાફા અને લાકડીઓ મારતા રહ્યા. આખા સરઘસ દરમિયાન ડીસીપીએ આરોપીઓ પર 25થી વધુ લાકડીના ઘા કર્યા હતા.

આ મામલે ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ વકીલ ઉત્કર્ષ દવે દ્વારા આ સમગ્ર મામલે હાઇકોર્ટ પોતે ’સુઓ મોટો’ હાથ ધરે તેવી માગ કરવામાં આવી હતી. એડવોકેટ ઉત્કર્ષ દવેએ ચીફ જસ્ટિસ સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલું આવું બેફામ વર્તન એ કાયદાના શાસન અને આપણી બંધારણીય લોકશાહી પર એક કાળો ધબ્બો છે. જો આ ગંભીર આરોપો સાચા સાબિત થાયતો તે ભારતીય બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર) અને કલમ 21 (જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર)નું ઘોર ઉલ્લંઘન દર્શાવે છે. કાયદા મુજબ, કોઈપણ પોલીસ અધિકારી ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર કેમ ન હોય, પણ તેને અદાલતી ટ્રાયલ પૂર્ણ થાય તે પહેલાં કોઈપણ આરોપીને સજા કરવાનો કે જાહેરમાં અપમાનિત કરવાનો કોઈ જ કાનૂની અધિકાર નથી. ગુનાની તપાસ કરવાની સત્તા ક્યારેય પણ જાહેરમાં આવી ક્રૂર સજા આપવાના લાયસન્સમાં ફેરવાઈ શકે નહીં.

ઉત્કર્ષ દવેની અરજી બાદ આ મામલે હાઈકોર્ટે ’સુઓમોટો’ સંજ્ઞાન લઈ કાર્યવાહી શરૂૂ કરી દીધી છે. કાયદાના જાણકાર અને ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારી દ્વારા જ અદાલતના આદેશોના ધજાગરા ઉડાવાતાં હવે ઈંઙજ રાજદીપસિંહ નકુમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. અને સસ્પેન્શનના પગલા પણ લેવાઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *