વજુભાઇ વાળાના ડ્રાઇવરને ગદ્દરનો સની દેઓલ પંડમાં આવ્યો

રાજકોટના રેસકોર્ષ સંકૂલમાં એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે કાર પાર્ક કરવામાં નડતર રૂપ કોર્પોરેશનના સાઇન બોર્ડ ઉખેડી નાખવાનો પ્રયાસ થયો હતો. આ વીડિયો કોઇ નાગરિકે ઉતારી વાયરલ…

રાજકોટના રેસકોર્ષ સંકૂલમાં એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે કાર પાર્ક કરવામાં નડતર રૂપ કોર્પોરેશનના સાઇન બોર્ડ ઉખેડી નાખવાનો પ્રયાસ થયો હતો. આ વીડિયો કોઇ નાગરિકે ઉતારી વાયરલ કરી દેતા આ કાર કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા વજૂભાઇ વાળાની હોવાનુ સામે આવતા ભારે ચકચાર અને ચર્ચા જાગી છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, ગદર ફિલ્મમાં જેમ સની દેઓલ જેમ ડંકી ઉખેડીને ફેંકી દયે છે તેજ સ્ટાઇલે વજૂભાઇ વાળાની કારનો ડ્રાઇવર મહાનગરપાલિકાનો સાઇન બોર્ડનો થાંભલો ઉખેડવા વારંવાર ઘણુ જોર લગાવે છે. પરંતુ તેમા સફળ નહીં થતા ભારે ગુસ્સો ઠાલવે છે.

આ મહાશય એકસ. એમ. એલ .એ.ગુજરાત લખેલી પૂર્વ રાજ્યપાલ વજૂભાઇ વાળાની મોંઘેરી મર્સિડીઝ કાર લઇને મોડી સાંજે એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે પહોંચ્યા હતા. પરંતુ કાર પાર્કિંગમાં મહાનગરપાલિકાનો સાઇન બોર્ડનો થાંભલો નડતો હોવાથી થાંભલો જ ઉખેડી ફેંકવા પ્રયાસ કર્યો હતો. ડ્રાઇવરની આ બહાદુરી ત્યાંથી પસાર થતા અનેક લોકોએ નીહાળી હતી. પરંતુ બાજૂમાં એકસ એમએલએ લેખલી લકઝરી કાર પડી હોવાથી કોઇએ અટકાવવાની હિંમત કરી ન હતી.

ત્યારે મર્સિડીઝ કારના ચાલકે સાઈન બોર્ડ હટાવવાનો મુદ્દો રાજકોટમાં ટોકિંગ પોઈન્ટ બન્યો હતો. આખરે ઊડ ખકઅ લખેલી મર્સિડીઝ કાર પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળાની હોવાનું સામે આવ્યું છે. વજુભાઇ વાળા એથ્લેન્ટિક ગ્રાઉન્ડમાં વોકિંગ કરવા આવ્યા હતા. ડ્રાઇવર કાર રિવર્સ લેવા જતા સાઈન બોર્ડ સાથે અથડાઈ હતી. સાઈન બોર્ડ પાર્કિંગમાં નડતું હોવા છતાં ડ્રાઈવરે ગાડી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વિવાદ થયા બાદ વજુભાઇ વાળાએ ડ્રાઇવરને ઠપકો પણ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *