કોંગ્રેસના ‘ઘોડાઓ’ને રણે ચડાવવા સુનિલ કાનોગુલુને ઉતારાયા

2027ની ચૂંટણી માટે કર્ણાટક-તેલંગણામાં કોંગ્રેસનો બેડા પાર ઉતારનાર સ્ટ્રેટેજીસ્ટ ઉપર ગુજરાતની જવાબદારી નખાઇ, મહિનાના અંતમાં સંગઠનમાં ધરખમ ફેરફાર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 માટે કોંગ્રેસ હાઈકમાન્ડે…

2027ની ચૂંટણી માટે કર્ણાટક-તેલંગણામાં કોંગ્રેસનો બેડા પાર ઉતારનાર સ્ટ્રેટેજીસ્ટ ઉપર ગુજરાતની જવાબદારી નખાઇ, મહિનાના અંતમાં સંગઠનમાં ધરખમ ફેરફાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 માટે કોંગ્રેસ હાઈકમાન્ડે અત્યારથી જ તૈયારીઓ આરંભી છે. કર્ણાટક-તેલંગાણામાં કોંગ્રેસને વિજય અપાવનાર સુનિલ કાનોગુલુને ગુજરાતની જવાબદારી સોંપાઈ છે.
ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસનું માળખું બદલાશે. ઓગસ્ટના અંત સુધીમાં સંગઠનમાં મોટા ફેરફારો થશે. સક્રિય ચહેરાઓને સ્થાન અપાશે, જ્યારે નિષ્ક્રિય નેતાઓને ઘરભેગા કરાશે. 50 સંભવિત ઉમેદવારોને અત્યારથી જ તૈયારી શરૂૂ કરવા સૂચના અપાશે.

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ હાઇકમાન્ડે અત્યારથી જ પ્લાનિંગ શરૂૂ કર્યું છે. કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસને વિજય અપાવનારા માસ્ટર માઇન્ડ અને ઇલેક્શન સ્ટ્રેટેજી મેકર સુનિલ કાનોગુલુને હવે ગુજરાત કોંગ્રેસની જવાબદારી સોંપાઈ છે.

સુનિલ કાનોગુલુની એન્ટ્રી સાથે જ ગુજરાત કોંગ્રેસ ઇલેક્શન મોડમાં આવી છે. ચૂંટણી જીતવાના ભાગરૂૂપે જ હાઇકમાન્ડે હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખાને નવો ઓપ આપવા તૈયારી કરી છે. ટૂંક જ સમયમાં આખુંય માળખું બદલાશે.

એક તરફ, ભાજપે નવા પ્રદેશ પ્રભારીની નિયુક્તિ કરી છે ત્યારે સૂત્રોના મતે, ચાલુ ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં ઘરખમ ફેરફારો જોવા મળશે. કાર્યકારી અધ્યક્ષથી લઈને તમામ મોરચાના અધ્યક્ષ પદે નવા અને સક્રિય ચહેરાઓની નિમણૂક કરવામાં આવશે. પક્ષમાં માત્ર હોદ્દા ભોગવતા અને નિષ્ક્રિય નેતાઓને ઘરભેગાં કરવાનું નક્કી છે જ્યારે વફાદાર અને સનિષ્ઠ કાર્યકરોને સંગઠનમાં તક આપવામાં આવશે.

ત્રણ મહિના જેટલો સમય વિત્યો છતાંય હજુ અમદાવાદ સહિત અન્ય મહાનગરપાલિકામાં કોંગ્રેસ વિપક્ષના નેતાનું નામ પસંદ કરી શકી નથી. આંતરિક ખેંચતાણને લીધે આ બધુય અટક્યું છે. આ તરફ, અમદાવાદમાં વિપક્ષ નેતા તરીકે નિરવ બક્ષીનું નામ લગભગ નક્કી મનાઈ રહ્યુ છે. અમદાવાદ શહેરના કોંગ્રેસના ધારાસભ્યો પણ આ જ મત ધરાવે છે પરિણામે હવે ઔપચારિકતા જ બાકી રહી છે.

50 સક્ષમ ઉમેદવારો અગાઉથી જાહેર કરી દેવાશે
આ વખતે કોંગ્રેસ છેલ્લી ઘડીએ ટિકિટ વહેંચવાની ભૂલ કરવા માંગતી નથી. દિલ્હીથી મળતા સંકેતો મુજબ, 2017 અને 2022ની ચૂંટણીના પ્રદર્શનને આધારે પક્ષના મજબૂત એવા 50 સક્ષમ અને સંભવિત ઉમેદવારોને અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ શરૂૂ કરી દેવા ખાનગીમાં સૂચના આપી દેવાશે. આ સંભવિત ઉમેદવારોને જીત માટેનો ખાસ રોડમેપ પણ આપી દેવાશે. તે આધારે ચૂંટણીલક્ષી તૈયારી કરવી પડશે. હાઇકમાન્ડ આ બધાય ઉમેદવારો પર વોચ રાખશે.

મોદીની 2014ની ઐતિહાસિક જીત માટે 3ઉ હોલોગ્રામ ટેકનોલોજી લાવ્યા હતા
સુનીલ કાનુગોલુ એક સમયે મેક્ધિસીના ક્ધસલ્ટન્ટ હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાના અભિયાનમાં તેઓ પ્રશાંત કિશોરની ટીમના મહત્વના સભ્ય હતા. તેમણે સાથે મળીને સિટીઝન્સ ફોર અકાઉન્ટેબલ ગવર્નન્સ નામની ડેટા આધારિત ચૂંટણી સલાહકાર સંસ્થા ઊભી કરી હતી. આ ટીમે મતદારોની માનસિકતા, ભૂતકાળની મતદાન પેટર્ન અને લોકોના મનમાં રહેલા મુદ્દાઓનું વ્યાપક સર્વે કરીને મોદીને કેન્દ્રમાં રાખીને એક મજબૂત અભિયાન તૈયાર કર્યું હતું. આ અભિયાનમાં મોદીને એક નિર્ણાયક, વિકાસલક્ષી અને કાર્યક્ષમ નેતા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને કોંગ્રેસની સરકાર વિરુદ્ધની નારાજગીનો પૂરેપૂરો લાભ લેવામાં આવ્યો હતો. આ અભિયાનની સૌથી યાદગાર અને આઇકોનિક વ્યૂહરચના હતી 3ડી હોલોગ્રામ વેન્સ. આ વેન્સ દેશભરની લગભગ દરેક લોકસભા બેઠકમાં ફરી હતી અને મોદીની જીવંત જેવી 3ડી છબી પ્રોજેક્ટ કરતી હતી. આ વ્યૂહરચનાના પરિણામે ભાજપને 30 વર્ષ બાદ પ્રથમ વખત સ્પષ્ટ બહુમતી મળી હતી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *