રાજકોટ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ સહિતનો પૂરતો સ્ટોક: કલેક્ટર

સાવચેતીના તમામ પગલાં માટે ડિઝાસ્ટાર મેનેજમેન્ટ સ્ટેન્ડ ટુ, વહીવટી તંત્ર એલર્ટ કાશ્મીરમાં પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા ભારતીય સૈન્યએ આજે પીઓકેમાં એરસ્ટ્રાઈક કરી આતંકવાદીઓના કેમ્પનો…

સાવચેતીના તમામ પગલાં માટે ડિઝાસ્ટાર મેનેજમેન્ટ સ્ટેન્ડ ટુ, વહીવટી તંત્ર એલર્ટ

કાશ્મીરમાં પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા ભારતીય સૈન્યએ આજે પીઓકેમાં એરસ્ટ્રાઈક કરી આતંકવાદીઓના કેમ્પનો સફાયો બોલાવી દીધો છે. જેની સાથો સાથ સંભવીત યુદ્ધ સામે લોકજાગૃતિ માટે રાજ્યના 19 જિલ્લાઓમાં આજે બપોર બાદ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આયોજન બાબતે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્ય સરકારની સુચના બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર પણ એલર્ટ બની ગયું છે. અને સાવચેતીના જરૂરી પગલાના ભાગરૂપે ડિઝાસ્ટાર મેનેજમેન્ટને સ્ટેન્ડ ટુ રાખવી તમામ પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ મુદ્દે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવેલ કે, સરકારે 19 શહેરમાં મોકડ્રીલનું આયોજન કર્યુ છે. પરંતુ રાજકોટમાં મોકડ્રીલ યોજાનાર નથી છતાં વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારના સાવચેતીના પગલાના ભાગરૂપે તેમજ સંભવીત જરૂરિયાતો માટે પેટ્રોલ-ડિઝલનો પુરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે તેમજ પૂરવઠા વિભાગને સુચના આપી તમામ પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુઓનો સ્ટોક રાખવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ રાજ્ય સરકારની સુચના મુજબ અન્ય વિભાગોને જરૂરી આદેશો સાથે તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *