છેલ્લા કેટલાક દિવસથી શેર માર્કેટ ગબડી પડયા બાદ આજે સપ્તાહના પ્રથમ દિવસે શાનદાર રિકવરી જોવા મળી છે. એક સમયે દિવસ દરમિયાન માર્કેટ 400 પોઇન્ટ નીચે જોવા મળ્યા બાદ શેર બજારમાં જોરદાર ખરીદી જોવા મળતા માર્કેટ ઉંચકાણું હતું અને બપોરે 3 વાગ્યા સુધીમાં માર્કેટમાં 1100 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેકસની સાથે સાથે નિફટી અને બેંક નિફટી પણ ઉપર જોવા મળી હતી. જેને કારણે ઘણા સેકટરમાં ખરીદી જોવા મળી હતી.
આજે માર્કેટ શરૂ થયું થયું સેન્સેકસ 74415 જોવા મળ્યો હતો જે ઘટીને 73949 સુધી પહોંચ્યો હતો. પરંતુ ત્યારબાદ શેર બજારમાં મોટી રેલી જોવા મળતા સેન્સેકસ 75626 સુધી પહોંચ્યો હતો. એટલે કે નિચલા લેવલથી લગભગ 1500 પોઇન્ટની રેલી સેન્સેકસમાં જોવા મળી હતી. બીજી બાજુ નિફટીમાં પણ જોરદાર ખરીદી જોવા મળતા 22955ના નિચલા સ્તરથી નિફટી ઉંચકાઇને 23450 સુધી પહોંચી હતી. એટલેકે નિચલા લેવલથી નિફટીમાં 400 પોઇન્ટનો સુધારો જોવા મળ્યો હતો. બેંક નિફટીમાં પણ 650 પોઇન્ટનો વધારો જોવા મળતા લગભગ સેકટરના શેરમાં ખરીદી જોવા મળી હતી. આજે નિફટી ઓટો, ફાઇનાન્સીયલ સેકટરમાં ખરીદી જોવા મળી હતી. તેમજ બેન્કીંગ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી.
મુખ્ય શેરની વાત કરીએ તો આજે સ્ટીલ કંપનીના શેર, ફાઇનાન્સ કંપનીના શેરમાં વધારો જોવા મળ્યો હતો. અદાણી જુથની કંપનીના શેર પણ આજે પોઝીટીવ નિશાન ઉપર જોવા મળ્યા હતા. એક બાજુ શેર બજારમાં મોટી છલાંગ જોવા મળી છે ત્યારે સોના-ચાંદી માર્કેટમાં નેગેટીવ કરંટ જોવા મળ્યો છે. ચાંદીમાં આજે 8000 અને સોનામાં 2800 રૂપિયાનો કડાકો બોલી ગયો હતો. વાયદા બજારમાં સોનાનો ભાવ 155680 અને ચાંદીનો ભાવ 251230 જોવા મળ્યો હતો. જયારે રાજકોટની હાજર બજારમાં સોનાનો ભાવ 160180 જોવા મળી રહ્યો હતો. જયારે ચાંદીનો ભાવ 257000 જોવા મળ્યા હતા.
