બોકસ ઓફિસ પર છવાઇ દ્રશ્યમ-3, વર્લ્ડવાઇડ કમાણી 500 કરોડની નજીક

અજય દેવગનની ક્રાઇમ થ્રિલર ફ્રેન્ચાઇઝી ’દૃશ્યમ’નો જાદુ દર્શકોના શિરે ચડીને બોલી રહ્યો છે. ફિલ્મ ’દૃશ્યમ 3: ધ ક્ધક્લુઝન’ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ સર્જી રહી…

અજય દેવગનની ક્રાઇમ થ્રિલર ફ્રેન્ચાઇઝી ’દૃશ્યમ’નો જાદુ દર્શકોના શિરે ચડીને બોલી રહ્યો છે. ફિલ્મ ’દૃશ્યમ 3: ધ ક્ધક્લુઝન’ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ સર્જી રહી છે. રિલીઝના બીજા અઠવાડિયામાં પણ આ સસ્પેન્સ થ્રિલરની કમાણીની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. માત્ર વીકેન્ડમાં જ નહીં, પરંતુ વર્કિંગ ડેઝ (વીકડેઝ)માં પણ દર્શકો સિનેમાઘરો તરફ વળી રહ્યા છે, જેના કારણે ફિલ્મના કલેક્શનમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે.બોક્સ ઓફિસ પર 11 દિવસ પૂરા કરી ચૂકેલી ‘દૃશ્યમ 3’નું પ્રદર્શન કાબિલે-તારીફ છે. ફિલ્મે માત્ર 10 દિવસની અંદર જ ઘરેલુ બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂૂપિયાનો આંકડો પાર કરી લીધો હતો.

જો કલેક્શનની વાત કરીએ તો તેના પહેલા અઠવાડિયામાં ફિલ્મે ₹245.50 કરોડનો શાનદાર વ્યાપાર કર્યો હતો. ત્યારબાદ બીજા રવિવારે એટલે કે 10મા દિવસે ફિલ્મે ₹23 કરોડનું દમદાર કલેક્શન કર્યું. 11મા દિવસના શરૂૂઆતી આંકડાઓને જોડીને ફિલ્મનું કુલ ઘરેલુ કલેક્શન લગભગ ₹309.51 કરોડ સુધી પહોંચી ગયું છે. ભારતીય બોક્સ ઓફિસની સાથે-સાથે વિદેશોમાં પણ વિજય સાલગાંવકર અને તેના પરિવારની કહાની દર્શકોને જકડી રાખવામાં સફળ રહી છે. દુનિયાભરમાં ફિલ્મનું કુલ કલેક્શન ₹480 કરોડનો આંકડો પાર કરી ચૂક્યું છે. ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું છે કે જે ઝડપે ફિલ્મ આગળ વધી રહી છે, આગામી બે થી ત્રણ દિવસની અંદર તે આસાનીથી વર્લ્ડવાઈડ ₹500 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *