ઉનાના નવા બંદરે સબસિડીવાળા ડીઝલનું કૌભાંડ ઝડપાયું, પંપ સ્ટાફની સંડોવણીની શંકા

ઉના ના નવાબંદર ગામે ફિશીંગ બોટે માટે સરકાર દ્વારા માછીમારોને અપાતા રાહતદરે ડીઝલના દુરુપયોગ કરી બારોબાર પ્રાઈવેટ વાહનો ને વેંચી મારતા હોવાનો વધુ એક બનાવ…

ઉના ના નવાબંદર ગામે ફિશીંગ બોટે માટે સરકાર દ્વારા માછીમારોને અપાતા રાહતદરે ડીઝલના દુરુપયોગ કરી બારોબાર પ્રાઈવેટ વાહનો ને વેંચી મારતા હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે.સ્થાનિક માછીમારઅગ્રણી અને સામાજિક કાર્યકરો એ બંદર ચોક પાસે એક ટ્રેક્ટર અને ટ્રક ને રોકી તપાસ કરતા તેમાં પ્લાસ્ટિક બેરલ મા મોટી માત્રાનો શંકાસ્પદ ડીઝલનો જથ્થો ભરેલ હોવાનું જોવા મળતા ચકચાર ફેલાઇ હતી.

સ્થળ પર માછીમાર આગેવાનો એ કરેલી પુછપરછ મા આ ડીઝલ જથ્થો કોઈ અન્ય માછીમાર ની બોટ ને ફાળવાયેલા સબસિડી કાર્ડનો ઉપયોગ કરીને સરકારી પંપ માંથી ભરાયેલ હતું ગુજરાત સરકાર દ્વારા માછી મારી કરવા જતી ફીસીગ બોટ માટે ડીઝલના બજાર ભાવ કરતાં પ્રતિ લિટરે 12 રૂૂપિયા સબસિડી રૂૂપે રાહત ભાવે આપતી હોય. આ યોજનાનો કેટલાક લોકો ખોટી રીતે ફાયદો ઉઠાવી ડીઝલ બારોબાર વેંચી મારવા નું રેકેટ ચલાવતા હોવાનું કહેવાય છે.

હાલ ફિશિંગ સિઝન મંદ પડી છે અને માછલીનીઆવક ઓછી હોવાથી ઘણા બોટ માલિકો દરિયામાં બોટ મોકલતા નહી હોવાથી. તેઓ બોટના નામેમળતાડીઝલ કાર્ડનો ગેર ઉપયોગ કરીને સરકારી પંપ પરથી બેરલમાં ડીઝલ ભરાવી દે છે. આ રાહતદરનું ડીઝલ ખાનગી વાહનો, ટ્રેક્ટર કે અન્ય લોકોને ઊંચા ભાવે વેચીને સરકારી સબસિડીને નફા રૂૂપે પચાવી પાડવામાં આવે છે. આવી પ્રવૃત્તિ વર્ષોથી ચાલી રહી છે અને તેમાં અમુક બોટ માલિકોની સાથે પેટ્રોલ પંપના કર્મચારીઓ પણ સામેલ હોઈ શકે છે ?. કાર્ડ વગર કે બોટના રજિસ્ટ્રેશન ની ચકાસણી વિના બેરલમાં ડીઝલ કેવી રીતે અપાય છે, તે સવાલ ઉઠી રહ્યો છે.થોડા સમય પહેલા જ નવાબંદર મરીન પોલીસે એક બોલેરો જીપમાંથી ગેરકાયદે લઈ જવાતું ડીઝલ કબજે કર્યું હતું.

ફરી ટ્રેક્ટરમાં ડીઝલ જતું જોઈને ગ્રામજનોએ સતર્કતા દાખવી હતી. જેવો જથ્થો રોકવામાં આવ્યો કે ડીઝલ ભરાવનાર વ્યક્તિઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી લોકો મોટીસંખ્યામાં ભેગા થતાં અંતે ભૂલો કબૂલ કરી માફા માફી કરી મામલો રફેદફે કરી દેવાયો હતો. મરીન પોલીસ, મત્સ્યોદ્યોગ વિભાગ અને પુરવઠા તંત્ર આવા કૌભાંડ પર લગામ લગાવે. સબસિડીવાળું ડીઝલ સાચા માછીમાર સુધી જ પહોંચે કાળાબજાર કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે. બાયોમેટ્રિક ચકાસણી અને બોટની હાજરી બાદ જ ડીઝલ આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની પણ માંગ ઉઠી છે, જેથી સરકારી નાણાંનોવ્યય અટકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *