સમરસ હોસ્ટેલની નર્કાગાર જેવી હાલત સામે વિદ્યાર્થીઓનો હોબાળો

પીવાના પાણીના ફિલ્ટર બંધ-જીવાતવાળું ભોજન-શાકમાં નકરું પાણી-પાણી જેવી છાશ-રબ્બર જેવી રોટલી-સિંગતેલની જગ્યાએ ડીસ્કો તેલ સહિતની અપરંપાર અગવડતાઓ 8 થી 9 માળ કાયમી ચડીને જવાનું, નાહવામાં…

પીવાના પાણીના ફિલ્ટર બંધ-જીવાતવાળું ભોજન-શાકમાં નકરું પાણી-પાણી જેવી છાશ-રબ્બર જેવી રોટલી-સિંગતેલની જગ્યાએ ડીસ્કો તેલ સહિતની અપરંપાર અગવડતાઓ

8 થી 9 માળ કાયમી ચડીને જવાનું, નાહવામાં પણ એક કલાકનું વેઈટિંગ જેવી કાયમી સમસ્યાઓથી 1000 થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર; નિરાકરણની ‘સરકારી’ ખાતરી અપાઈ

રાજકોટની સમરસ કુમાર છાત્રાલયમાં જમવામા વારેવારે ગુણવતાવિહીન કક્ષાનુ ભોજન આપવામા આવે છે,અનેક વાર જીવાત પડેલી હોય છે,શાકમા પાણીનુ પ્રમાણ વધુ,છાસ પાણી જેવી,રોટલી ગુણવતા તૂટે નહીં તેવી રબ્બર જેવી,ગંદકી, સિંગતેલની જગ્યાએ અન્ય તેલ વપરાય – જેથી વિદ્યાર્થીઓને વેફરના પડીકા ખાયને સૂવાની મજબુરી ઉભી થાય છે, તેમજ પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટ મોટાભાગના બંધ હાલતમા છે જેથી વિદ્યાર્થીઓને બહારથી પીવાનું પાણી લેવા મજબુરી ઉભી થાય છે, લિફ્ટ મોટા ભાગે બંધ હાલતમા હોવાથી વિદ્યાર્થીઓને હરરોજ 8-9 માળ ઉપર ચડવું પડે છે, લાઈટ,પંખા,વાપરવાના પાણીના અમુક નળ બંધ હાલતમા છે જેથી વિદ્યાર્થીઓને રહેવામા અનેક પ્રકારની અગવડતા ઊભી થાય છે, બાથરૂૂમમા પાણી ના આવવાના કારણે વિદ્યાર્થીઓને નાહવા કે ફ્રેશ થવા લાઈનો લાગે છે જેથી કોલેજોમા અને પરીક્ષાઓમા વિદ્યાર્થીઓને મોડું થાય છે.

આ મુદે વિદ્યાર્થીઓએ અનેકવાર સબંધિત વિભાગના અધિકારીઓના રજુઆત કર્યા બાદ પણ આ એક પણ પ્રશ્ન ના ઉકેલાતા આજે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતની આગેવાનીમા સમરસ હોસ્ટેલના પટાંગણમા ગઈકાલે મોડી રાત્રે વિદ્યાર્થીઓને સાથે રાખી હલ્લાબોલ કરવામા આવ્યો હતો.મોટી સંખ્યામા વિદ્યાર્થીઓએ સમસ્યાઓથી ત્રસ્ત થઈને નારાઓ લગાવતા આખુ કેમ્પસ સરકાર વિરોધી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

વિદ્યાર્થીનેતા રોહિતસિંહે ગંભીર આક્ષેપ કર્યા હતા કે સરકારે આ હોસ્ટેલની જેને જવાબદારી સોંપી તે અધિકારીઓ જાણીજોઈને વિદ્યાર્થીઓને કનગડત કરી રહ્યા છે કારણ કે આ મળેલી હોસ્ટેલની જવાબદારીથી ત્રસ્ત થઈ બીજે બદલી થઈ જાય તેવી અમને મોનોપોલી લાગે છે જેને લીધે તે પોતાની જવાબદારીથી જાણી જોઈને દૂર ભાગે છે. જમવાનો જેને કોન્ટ્રાક્ટ અપાયો તે એજન્સીને બચાવવામા અધિકારીઓ વ્યસ્ત રહે છે જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના વિદ્યાર્થીને નબળી કક્ષાનુ જમવાનુ પીરસાય છે. જેને કારણે અનેક બીમારીઓ પણ વિદ્યાર્થીઓને ઉદ્દભવે છે.

તેઓએ ગંભીર આક્ષેપ કર્યા હતા કે વિદ્યાર્થીઓએ વારવાર રજૂઆત બાદ અમારી ટીમ ત્રણ દિવસ અગાવ આ હોસ્ટેલ પર રૂૂબરૂૂ આવી સબંધિત અધિકારીઓને રજૂઆત કરી હતી પરંતુ તેઓએ ગંભીરતા ના દાખવતા આજે અમારે આવવુ પડ્યું છે. અમે રાજકોટના કલેક્ટરશ્રી અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓને પણ ત્રણ દિવસ અગાવ ધ્યાન દોરીને સમસ્યાનુ નિરાકરણ માટે રજુઆત કરી હતી પરંતુ કોઈને ગરીબ પરિવારના વિધાર્થીઓને ન્યાય મળે તેમ રસ નથી તે દુ:ખદ છે.

રાજપુતે સબંધિત અધિકારીઓને ચેલેન્જ આપતા જણાવ્યુ કે વાઈબ્રન્ટ સમિટમા ઉદ્યોગપતિ કે નેતાઓને જે જમાડવાના છો તેમ એક વાર જીવાત આવે તેવી ભૂલ કરશો? ત્યાં કેમ સોનાની પ્લેટ પાંચ હજારના ખર્ચ વાળી ડીશ અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને જીવજંતુ રહિત ? તેઓએ આક્ષેપો કર્યા હતા કે સરકાર માટે આ શરમજનક બાબત કહેવાય કે આટલી ગ્રાન્ટની ફાળવણી છતાં વિદ્યાર્થીઓને યોગ્ય પ્રાથમિક સિવિધાઓ નહીં ? જવાબદાર અધિકારીઓ કેમ ધ્યાન નથી દેતા !

વિદ્યાર્થીઓએ હોબાળો મચાવતા પોલીસ પણ દોડી આવી હતી અને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. હોસ્ટેલમા આવેલ અધિકારીની ચેમ્બરમા જ કાર્યકરો અને વિદ્યાર્થીઓએ રામધુન બોલાવતા સમરસ હોસ્ટેલના ચેરમેન ખાચર મેડમ દોડી આવ્યા હતા.જો કે વિદ્યાર્થીઓએ અધિકારીને મોઢે મોઢ સમસ્યાઓના ઢગલા પરખાવ્યા હતા. કોંગ્રેસનાં નેતા રોહિત રાજપૂતે રાજકોટના કલેક્ટરશ્રીને પણ ફોન કરીને સમસ્યાઓ અંગે માહિતગાર કર્યા હતા. જો કે જવાબદાર અધિકારી આનંદબા ખાચરે વિદ્યાર્થીઓને સમસ્યાઓની નિરાકરણી ખાતરી અને જવાબદાર ઉપર કડક કાર્યવાહીની ખાતરી આપી હતી જેથી મામલો થાળે પડ્યો હતો. આ કાર્યક્રમમા કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા અને વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂત,રાજકોટ શહેર યુવક કોંગ્રેસના મહામંત્રી યશ ભિંડોરા,પ્રશીલ રાજદેવ,યુવક કોંગ્રેસના મંત્રી રોનક રવૈયા સહિતના કાર્યકરો અને મોટી સંખ્યામા હોસ્ટેલના વિદ્યાર્થીઓ જોડાયા હતાં.

સમરસ હોસ્ટેલનું રસોડું ટોઇલેટ જેવું, નોટિસ ફટકારાઇ
શહેરની સમરસ હોસ્ટેલમાં જમવાનુ ખરાબ આપતુ હોવાની બાબતે ગઇકાલે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવેલ જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલીક ધોરણે સમરસ હોસ્ટેલના રસોડાનુ ચેકિંગ તેમજ વિદ્યાર્થીઓને આપવામાં આવતા ખાદ્યપ્રદાર્થનું રો-મટિરિયલ ચેક કરાતા તમામ સામગ્રી નિયમ મુજબ સ્ટાર્ન્ડ હોવાનુ જાણવા મળેલ જયારે રસોડામાં ભારે ગંદકી હોવાના કારણે સંચાલનને હાઇજેનીક અંતર્ગત નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ સમરસ હોસ્ટેલમાં ગઇકાલે રાત્રે વિદ્યાર્થીઓએ પીવાની પાણી અને ખાદ્ય ખોરાક મુદ્દે હોબાળો મચાવ્યો હતો. જેના પગલે ફૂડ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હોસ્ટેલમાં તપાસ કરતા મામુલ પડેલ કે, વિદ્યાર્થીઓને અપાતુ પાણી આરો યુક્ત અને શુધ્ધ છે. તેવી જ રીતે રસોઇની સામગ્રીની ચકાસણી કરતા તમામ રો-મટિરિયલ ગુણવતા વાળ અને નિયમ મુજબ સ્ટાર્ન્ડ ક્વોલિટીનું હતું. આથી ત્યા તૈયાર કરવામાં આવેલ રસોઇ અધિકારીઓએ પણ આરોગી હતી અને ચકાસણી કરતા સમરસ હોસ્ટેલમાં અપાતુ ભોજન ગુણવતા સભર હોવાનુ બહાર આવ્યુ છે. પરંતુ રસોડામાં તપાસ કરતા અનેક જગ્યાએ ગંદકી જોવા મળી હતી. નિયમ મુજબ સાફ સફાઇ થતી ન હોવાથી કોન્ટ્રાક્ટરને હાઇજેનિક અંતર્ગત નોટિસ આપવામાં આવી છે. તેમજ હવે પછી આ પ્રકારની ફરિયાદ ઉભી થયે કડક પગલા લેવામાં આવશે. તેવી સુચના આપવામાં આવી હતી.

સમાજ કલ્યાણ મંત્રીનો ઘેરાવ કરવાની ચીમકી
કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિત રાજપૂતનો સંપર્ક કરતા જણાવ્યું હતુ કે વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામા આવે છે તે દુ:ખદ છે. જાડી ચામડીના અધિકારીઓ ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને હેરાનગત કરી રહ્યા હોય તેવું અમને લાગે છે જેથી આજે અમે ધરણા કર્યા હતા. જો આ સમસ્યાઓનુ નિરાકરણ નહીં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહમા સમાજ કલ્યાણ વિભાગના મંત્રીશ્રી આવનાર છે ત્યાં અમે વિદ્યાર્થીઓને સાથે રાખી જરૂૂર પડ્યે ઘેરાવ કરતા અચકાવાના નથી.

જૂના કોન્ટ્રાક્ટરે બદલો લેવા વિદ્યાર્થીઓને ઉશ્કેર્યા: આરોગ્ય વિભાગ
સમરસ હોસ્ટેલમાં ગઇકાલે ભોજન અને પીવાના પાણીનો મુદ્દો ઉઠાવી અમુક વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. આ મુદ્દે મનપાના આરોગ્ય અને ફૂડ વિભાગે તુરંત તપાસ હાથ ધરતા હોબાળાનુ કારણ ચોકાવનારુ આવ્યુ હતું. અધિકારીના જણાવ્યા મુજબ સમરસ હોસ્ટેલનો ભોજનાલયનો કોન્ટ્રાક્ટ અત્યાર સુધી રાજકોટની એજન્સી આપવામાં આવેલ પરંતુ વિદ્યાર્થીઓની અનેક ફરિયાદો ઉઠ્યા બાદ તેમની પાસેથી કોન્ટ્રાક્ટ પરત લઇ તાપીની કંપનીને નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેના લીધે જુના કોન્ટ્રાક્ટરને તંત્ર પ્રત્યે ગુસ્સો હતો અને મોકાનો લાભ ઉઠાવી તંત્ર તેમજ નવા કોન્ટ્રાક્ટરને બદનામ કરનાવાના હેતુથી અમુક ચોક્કસ તેઓના માનીતા વિદ્યાર્થીઓને ઉશ્કેરી ફકત અને ફકત ભોજનાલયનો મુદ્દો ઉઠાવી ગઇકાલે હોબાળો કર્યો હતો. આરોગ્ય વિભાગે વધુમાં જણાવેલ કે, નવા કોન્ટ્રાક્ટર દ્વારા હાલ નિયમ મુજબ ભોજનાલય ચલાવવામાં આવી રહી છે. ચેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવતા સ્ટાર્ન્ડ હોવાનુ જણાય આવ્યુ છે. તેવી જ રીતે રસોઇમાં વપરાતા તમામ પ્રકારના રો-મટિરિયલ સ્ટાર્ન્ડ અને ધારાધોરણ મુજબના હોવાનું જોવા મળ્યું છે. જેના લીધે નવા કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ મુજબની કામગીરી થતી હોવાથી ફકત હાઇજેનીક અંતર્ગત નોટિસ આપી કડક સુચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *