જસદણમાં એસ.ટી.ના ધાંધિયાથી છાત્રોના ચક્કાજામ

જસદણમાં એસ.ટી. બસ સેવામાં ધાંધીયાના કારણે રાજકોટ અપડાઉન કરતા વિદ્યાર્થીઓએ આજે જસદણ બસ સ્ટેશન સામે જ ચક્કાજામ કરી દેતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. પોલીસે…

જસદણમાં એસ.ટી. બસ સેવામાં ધાંધીયાના કારણે રાજકોટ અપડાઉન કરતા વિદ્યાર્થીઓએ આજે જસદણ બસ સ્ટેશન સામે જ ચક્કાજામ કરી દેતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. પોલીસે ભારે સમજાવટ બાદ મામલો થાળે પાડયો હતો. વારંવાર એસ.ટી. બસો મોડી પડતી હોવાથી વિદ્યાર્થીઓ સમયસર શાળા-કોલેજે પહોંચી શકતા નથી. આ અંગે અવાર-નવાર રજુઆતો બાદ પણ કોઇ પગલા નહીં ભરાતા અંતે આજે છાત્રોએ ચક્કાજામ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *