ઓખામંડળના સૂરજકરાડીમાં નવી સાઈકલ લેવાની જીદ પૂરી ન થતા વિદ્યાર્થિનીનો આપઘાત

ઓખા મંડળના સુરજકરાડી વિસ્તારમાં રહેતી ધર્મિષ્ઠાબેન દીપકભાઈ પરમાર નામની 16 વર્ષની વિદ્યાર્થીનીને નવી સાયકલ લેવી હોય, એ અંગેની જીદ પોતાના પરિવારજનો સમક્ષ કરી હતી. કોઈ…


ઓખા મંડળના સુરજકરાડી વિસ્તારમાં રહેતી ધર્મિષ્ઠાબેન દીપકભાઈ પરમાર નામની 16 વર્ષની વિદ્યાર્થીનીને નવી સાયકલ લેવી હોય, એ અંગેની જીદ પોતાના પરિવારજનો સમક્ષ કરી હતી. કોઈ કારણોસર તેમના પિતાએ સાયકલ ન લઈ આપતા જિદ્દી અને ઉગ્ર સ્વભાવની ધર્મિષ્ઠાબેને ગઈકાલે સોમવારે આવેશમાં આવી અને પોતાના ઘરે પોતાના હાથે સાડી વડે છતના હૂકમાં ગળાફાંસો ખાઈ લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા દીપકભાઈ પરસોતમભાઈ પરમારએ મીઠાપુર પોલીસને કરી છે.


પીવાના પાણીથી હાથ ધોવાની ના કહેતા આઠ શખ્સો દ્વારા બઘડાટી: દ્વારકાનો બનાવ
દ્વારકામાં આવેલા પટેલ સમાજમાં કેટરિંગનું કામ કરવા આવેલા પોરબંદરના રહીશ રસિકભાઈ રાજુભાઈ વાઘેલા (ઉ.વ. 32) એમના યુવાન સાથે કામ કરતા મીતભાઈ નામના યુવાન એક જમણવાર પ્રસંગે છાશના કાઉન્ટરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે નજીકમાં કેટલાક શખ્સો પીવાના પાણીથી હાથ ધોતા હતા. જે અંગે મીતભાઈએ આ પાણીથી હાથ ધોવાની ના કહેતા ઉશ્કેરાયેલા આરોપી એવા અણીયારી ગામના રાયમલભા દેવાભા સુમણીયા, ભગતભા દેવાભા સુમણીયા અને ખતુંબા ગામના સવાભા વાઘેર તેમજ અન્ય પાંચ જેટલા અજાણ્યા શખ્સોએ તેઓને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


આટલું જ નહીં, આરોપીઓએ રસોડામાં જઈ અને રસોઈના વિવિધ વજનદાર વાસણો લઈને ફરિયાદી રસિકભાઈ તેમજ સાહેદ મીતભાઈ અને સાથે કામ કરી રહેલા કમુબેન અને ભાનુબેનને બેફામ માર મારતા તેઓને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે રસિકભાઈ વાઘેલાની ફરિયાદ પરથી પાંચ અજાણ્યા સહિત કુલ આઠ શખ્સો સામે રાયોટીંગ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ટી.ડી. ચુડાસમા દ્વારા હાથ ધરવામાં આવી છે.


ઓખામાં ફીશરીઝ એક્ટનું ઉલ્લંઘન કરતાં માછીમાર સામે ગુનો
ઓખામાં કનકાઈ જેટી પાસેના દરિયાની ખાડીમાં ફિશરીઝ વિભાગમાંથી ટોકન મેળવી લઈ અને ટોકનમાં જણાવ્યા કરતા વધુ માણસોને લઈને અનધિકૃત રીતે માછીમારી કરવા સબબ રૂૂપેણ બંદરના રહીશ ઈરસાદ કાસમભાઈ ભેસલીયા (ઉ.વ. 40) નામના શખ્સ સામે ઓખા મરીન પોલીસ મથકમાં ગુજરાત ફિશરીઝ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *