યુદ્ધની આગ યથાવત રહેતા શેર-સોનુ અને ચાંદી ધડામ, ક્રૂડની છલાંગ

સેન્સેક્સ 1600, નિફ્ટી 525 સુધી તૂટ્યા, બેંક નિફ્ટી 50 હજાર નીચે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન વિરુદ્ધના યુદ્ધને ભડકાવનારું નિવેદન આપીને યુદ્ધ હજુ 2-3 અઠવાડિયા…

સેન્સેક્સ 1600, નિફ્ટી 525 સુધી તૂટ્યા, બેંક નિફ્ટી 50 હજાર નીચે

ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન વિરુદ્ધના યુદ્ધને ભડકાવનારું નિવેદન આપીને યુદ્ધ હજુ 2-3 અઠવાડિયા સુધી લંબાશે અને ઈરાન ઉપર વધુ ભીષણ હુમલા કરવાની વાત કરતા અને ઇરાનને પાષાણ યુગમાં ધકેલી દઈશું… તેમના આ નિવેદનથી ફરી એકવાર વૈશ્વિક બજારમાં ખળભળાટ મચી ગયો. જેની અસર ભારતીય શેરબજાર ઉપર પણ દેખાઈ. બીજી બાજુ નકારાત્મક સંકેતો અને મિડલ ઈસ્ટમાં વધતા તણાવને પગલે ઘરેલું બજારમાં પ્રોફિટ બુકિંગનો માહોલ જોવા મળ્યો, જેને કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં તોતિંગ કડાકો બોલાઈ ગયો છે. ટ્રમ્પના નિવેદનથી ક્રૂડનો ભાવ ફરી 106 ડોલર પર પહોંચતા તેની અસર ભારતીય માર્કેટ પર જોવા મળી હતી. આજે સેન્સેક્સમાં 1,500થી વધુ પોઇન્ટનો ઘટાડો નોંધાયો તો નિફ્ટી પણ 475 પોઇન્ટ તૂટી હતી.

બજાર ખુલ્યા બાદ સેન્સેક્સ એક સમયે 71,600ની સપાટી પણ તોડી ચૂક્યો હતો. નિફ્ટી-50 પણ આજે 22,700 ની મહત્વની સપાટી તોડી નીચે ઉતરી ગયો છે. નિફ્ટીમાં 445 થી 470 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. બેંક નિફ્ટી પણ 1400 પોઇન્ટ તૂટી હતી અને એક સમયે બેંક નિફ્ટી 50003 સુધી સરકી હતી. મિડકેપ નિફ્ટીમાં પણ મોટું ધોવાણ થયું છે.મિડકેપ નિફ્ટીમાં 1700 પોઇન્ટ તૂટી જતા મોટા ભાગના શેરમાં ધોવાણ થઈગયો હતું.આજે બેન્કિંગ,ફાર્મા અને રિયલ્ટી શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.ઋઈંઈં દ્વારા આજે 8000 કરોડ વેચાણ કર્યું હતું.

બીજી બાજુ વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ અને ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન યુદ્ધ વિશે આક્રમક નિવેદનોની સીધી અસર કિંમતી ધાતુઓના બજાર પર જોવા મળી છે. આજે ભારતીય વાયદા બજાર માં સોના અને ચાંદીના ભાવ પત્તાના મહેલની જેમ તૂટ્યા છે. ખાસ કરીને ચાંદીમાં આજે ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે.ચાંદીમાં ’લોઅર સર્કિટ’ જેવો માહોલ જોવા મળ્યો હતો.

ચાંદીના ભાવમાં આજે ₹13,613 જેટલો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે.આજનો નીચો ભાવ ₹2,29,888 સુધી જોવા મળ્યો હતો.જેને કારણે ટ્રેડર્સમાં ભારે ગભરાટ ફેલાયો હતો. સોનાના ભાવમાં પણ આજે રોકાણકારોના લાખો રૂૂપિયા ધોવાયા છે. સોનામાં અંદાજે ₹2,847 સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ટ્રમ્પના નિવેદન બાદ ડોલર મજબૂત થતા સોના-ચાંદી પર દબાણ વધ્યું છે. જોકે આજે ડોલરની સરખામણીમાં રૂૂપિયો સુધર્યો હતો અને 1.30 રૂૂપિયા નો સુધારો આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *