ઇન્ડોનેશિયાના 7.4 તીવ્રતા ધરાવતા ભૂકંપથી ત્રણ દેશોમાં સુનામી એલર્ટ

મલેશિયા અને ફિલિપાઇન્સનો દરિયો પણ કિનારા પર ફરી વળવા દહેશત યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) એ જણાવ્યું છે કે ગુરુવારે વહેલી સવારે પૂર્વી ઇન્ડોનેશિયાના સમુદ્રમાં 7.4…

મલેશિયા અને ફિલિપાઇન્સનો દરિયો પણ કિનારા પર ફરી વળવા દહેશત

યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) એ જણાવ્યું છે કે ગુરુવારે વહેલી સવારે પૂર્વી ઇન્ડોનેશિયાના સમુદ્રમાં 7.4 ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ બાદ અમેરિકાના મોનિટરિંગ સેન્ટરે ભૂકંપના કેન્દ્રથી 1,000 કિલોમીટર (621 માઈલ) ના દાયરામાં જોખમી સુનામી લહેરોની આશંકા વ્યક્ત કરતા હાઈ એલર્ટ જારી કર્યું છે.

USGSમુજબ, આ ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 6:48 કલાકે (બુધવારે રાત્રે 22:48 GMT) મોલુક્કા સાગરમાં 35 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર ટર્નેટ નામના નાના ટાપુ પાસે સમુદ્રમાં હતું. હવાઈ સ્થિત પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે જણાવ્યું છે કે ઇન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને મલેશિયાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂકંપના કેન્દ્રથી 1,000 કિમીના દાયરામાં જોખમી સુનામી લહેરો ઉઠી શકે છે.
ઉત્તરી સુલાવેસી પ્રાંતના મનાડો શહેરમાં ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે શહેરના લોકો જાગી ગયા હતા અને ગભરાઈને ઘરોની બહાર દોડી આવ્યા હતા. એક વ્યક્તિએ જણાવ્યું, “હું તરત જ જાગી ગયો અને ઘરની બહાર નીકળી ગયો. લોકો ગભરાઈને બહાર ભાગવા લાગ્યા હતા. નજીકમાં જ એક સ્કૂલ છે, ત્યાંના વિદ્યાર્થીઓ પણ જીવ બચાવવા માટે ઝડપથી બહાર મેદાન તરફ દોડ્યા હતા.”

ઉપર નિર્દિષ્ટ ત્રણેય દેશોની સરકારોએ પોતપોતાની વિશાળ દરિયા કિનારા પર વસતી પ્રજા અને પ્રવાસીઓને ખસેડવા મોટી સરકારી સેવાઓ અને તંત્રને તાત્કાલીક કામે લગાડયા છે. યુરોપિય અને અમેરિકન સિસ્મોગ્રાફરોએ આજે દહેશત વ્યકત કરી છે કે સમુદ્રના આંતર પ્રવાહોમાં અકલ્પિત ફેરફારો આવી શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *