ક્રૂડ 100 ડોલરની નીચે, સોના-ચાંદીમાં નરમાઇ
ગઈકાલે અમેરિકી માર્કેટમાં ફરી પોઝિટિવ ટોન જોવા મળતા તેમજ ક્રૂડનો ભાવ હજુ પણ 100 ડોલરની નીચે જોવા મળતા શેરબજારમાં આજે રોકાણકારોએ ફરી જોશ ભર્યું હતું. ગઈકાલે ભારતીય માર્કેટ 900 પોઇન્ટ 75 રૂૂપિયા બાદ આજે સેન્સેક્સ 80 પોઈન્ટ ઉપર જોવા મળ્યો હતો. નિફ્ટી તેમજ બેંક નિફ્ટીમાં પણ ખરીદી જોવા મળતા બાકી માર્કેટમાં ફરી ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવમાં ઘટાડો થવાની સંભાવનાઓ એ અમેરિકી શેર બજારમાં ફરી તેજી જોવા મળી હતી. અમેરિકી બજારના ત્રણેય મુખ્ય ઇન્ડેક્સમાં ઉછાળો નોંધાયો હતો તેના પગલે અમેરિકાની અગ્રણી કંપની અમેઝોનના શેરમાં 4.3% નો મોટો ઉછાળો પણ જોવા મળ્યો હતો. અમેરિકી તેમજ યુરોપના પોઝિટિવ બજારની અસર આજે ભારતીય શેર બજારમાં પણ જોવા મળી હતી અને સવારથી જ નીતિ અને સેન્સેક્સમાં પોઝિટિવ વલણ જોવા મળ્યું હતું.
હાલ સેન્સેક્સ 800 પોઈન્ટ વધીને 77450 અને નિફ્ટી 216 પોઇન્ટ વધીને 24015 પર જોવા મળી હતી. બેંક નિફ્ટીમાં પણ 1100 પોઇન્ટની તેજી જોવા મળી છે. આજે તમામ પ્રાઇવેટ તેમજ સરકારી બેન્કોમાં પણ ભારે વધારો થયો છે. બીજી બાજુ મીડિયા અને રિયલ્ટી ના શેરમાં પણ ખરીદી જોવા મળી રહી છે.
જોકે શેરબજાને સરખામણીમાં સોના ચાંદી માર્કેટમાં આજે આંશિક ઘટાડો નોંધાયો છે સોનામાં 735 રૂૂપિયા તૂટી જતા સોનાનો ભાવ વાયદા બજારમાં ₹1,52,690 અને ચાંદીમાં 1600 રૂૂપિયા ઘટી જતા વાયદા બજારમાં ચાંદીનો ભાવ ₹2,42,180 જોવા મળે છે. રાજકોટની હાજર માર્કેટમાં સોનાનો ભાવ ₹1,55,300 અને ચાંદીનો ભાવ ₹2,50190 જોવા મળી રહ્યો છે.
