શેર બજારમાં 500 પોઇન્ટનો ઘટાડો પણ ચાંદીમાં 5000 રૂપિયા વધ્યા

ઈરાન સાથે યુદ્વના બદલે હવે આર્થિક નાકાબંધી કરીને દબાણ લાવવાની અમેરિકી ટ્રમ્પ સરકારની રણનીતિના કારણે યુદ્વ વકરવાના એંધાણ અને બીજી તરફ ભારત પર અમેરિકા 100…

ઈરાન સાથે યુદ્વના બદલે હવે આર્થિક નાકાબંધી કરીને દબાણ લાવવાની અમેરિકી ટ્રમ્પ સરકારની રણનીતિના કારણે યુદ્વ વકરવાના એંધાણ અને બીજી તરફ ભારત પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યાના સંકેતે ભારતીય શેર બજારોમાં આજે સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારોને આકર્ષવા માટે સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લેવાયેલા તાજેતરના નીતિ વિષયક પગલાં સાર્થક નીવડતા વિદેશી ફંડોની શેરોમાં ખરીદી થઈ રહ્યાના આંકડા સામે દેશમાં મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણનો પ્રવાહ જુલાઈમાં મંદ પડયાના આંકડા અને લોકલ ફંડોની ખરીદી શેરોમાં ધીમી પડયાના આંકડાએ આજે શેરોમાં નવી મોટી ખરીદીમાં સાવચેતી જોવાઈ હતી.

ફંડોએ બેંકિંગ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, એફએમસીજી, કેપિટલ ગુડઝ શેરોમાં વેચવાલી કરી હતી. જો કે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, હેલ્થકેર શેરોમાં સિલેક્ટિવ ખરીદી ચાલુ રાખી હતી. શેર બજારમાં આજે સવારથી જ વેચવાલી નું જોડ ભારે રહ્યું હતું મોટાભાગની કેપ્ટોમાં વેચાણનું દબાણ જોવા મળ્યું હતું એક સમયે તો સેન્સેક્સ 77,497 સુધી નીચે આવી ગયો હતો. જો કે દિવસ દરમિયાન 36 પોઈન્ટની રિકવરી પણ જોવા મળી હતી.

બીજી બાજુ નિફ્ટી 50 અને બેંક નિફ્ટીના મોટાભાગના શેર પણ લાલ નિશાનમાં જોવા મળ્યા હતા.નિફ્ટી પણ એક સમયે 180 પોઈન્ટ નીચે જોવા મળ્યા બાદ 60 અંકનો સુધારો જોવા મળ્યો હતો જ્યારે બેન્ક નિફ્ટીમાં નીચે ગયા બાદ શાનદાર સાડા ત્રણસો અંકની તેજી પણ જોવા મળી હતી. બીજી બાજુ સોના અને ચાંદીમાં ભાવ વધવાનું આજે પણ ચાલુ રહ્યું હતું સોનામાં પણ આજે 1200 રૂૂપિયા વધ્યા છે અને વાયદા બજારમાં સોનાનો ભાવ ₹1,54,900 સુધી પહોંચી ગયો છે જ્યારે ચાંદીમાં પણ આજે 5000 રૂૂપિયા વધતા ચાંદીનો ભાવ બે લાખ ચાલીસ હજાર પાંચસો સુધી પહોંચ્યો છે. રાજકોટની હાજર બજારમાં સોનાનો ભાવ 1,58,250 અને ચાંદીનો ભાવ ₹2,47,620 જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *