સ્વચ્છતા તો જોઇશે જ નહિંતર ગ્રાન્ટ બંધ

ગાંધીનગર આયોજિત સમારોહમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇના હસ્તે ગ્રાન્ટનો ચેક એનાયત : સીસી રોડ માટે પણ અપાઇ સહાય ગુજરાત સરકાર તરફથી પ્રતિ વર્ષની જેમ રાજ્યની નગરપાલિકાઓ તથા…

ગાંધીનગર આયોજિત સમારોહમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇના હસ્તે ગ્રાન્ટનો ચેક એનાયત : સીસી રોડ માટે પણ અપાઇ સહાય

ગુજરાત સરકાર તરફથી પ્રતિ વર્ષની જેમ રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓના શહેરી વિકાસના કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે રૂ.3850 કરોડના ચેક અર્પણ કાર્યક્રમ ગાંધીનગર ખાતે યોજવામાં આવેલ. જેમાં રાજકોટ મહાનગરપાલિકાને શહેરી વિકાસ કામો માટે રૂ.232 કરોડની ફાળવણી કરવામાં આવેલ. ગ્રાન્ટનો ચેક અર્પણ કરતી વખતે મુખ્યમંત્રીએ રાજકોટ મનપા સહિત રાજ્યના તમામ સતાધારી સુકાનીઓને એવી સ્પષ્ટ ટકોર કરી હતી કે, સ્વચ્છતા તો જોઇશે જ, નહિંતર ગ્રાન્ટ નહીં મળે.

શહેરી વિકાસના કામો માટેના ચેક અર્પણ કરવાના ગાંધીનગર ખાતે આયોજિત આ સમારોહમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, નાયબ મ્યુનિસિપલ કમિશનર પથિક પટેલ અને સિટી એન્જી. પરેશ અઢિયા ઉપસ્થિત રહેલ હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્દ હસ્તે ચેકનો સ્વીકાર કરવામાં આવેલ.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 17 મહાનગરપાલિકાઓને કુલ રૂૂ.2992 કરોડ અને 152 નગરપાલિકાઓને કુલ રૂૂ.858 કરોડની રકમ વિકાસ કામો માટે આપવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાને શહેરી વિકાસ કામો માટે કુલ રૂૂ.232 કરોડની રકમની ફાળવણી કરવામાં આવેલ છે. જેને લીધે શહેરમાં કાર્યરત તેમજ નવા પ્રોજેક્ટ્સની કામગીરી ઝડપભેર આગળ ધપશે.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સ્વચ્છતા તો દરેક વ્યક્તિ મગજમાં લઈને જ જાય, સ્વચ્છતા ન હોય એવું કોઈ કાળે ચાલશે નહીં. જેમાં જેમાં બૂમો આવશે તેની ગ્રાન્ટ જ બંધ કરી દઈશું. તમારે જે વ્યવસ્થા ગોઠવવી હોય એ ગોઠવો પણ સ્વચ્છતા તો જોઈએજોઈએ ને જોઈએ. ભુવો પડ્યા બાદ તેને પૂરવાની કામગીરી કરવા કરતાં ભુવા પડવાના મૂળ કારણો શોધીને કાયમી નિરાકરણ લાવો. તેનું આજથી જ આયોજન કરો. રોડ, ડ્રેનેજ, પાણીની લાઇનો સહિતની વ્યવસ્થાઓ વચ્ચેના સંકલન અને ગુણવત્તાયુક્ત કામ પર ધ્યાન આપવું પડશે. વધુમાં કહ્યુ હતુ કે, હવે નગરપાલિકા અને મહાનગર પાલિકાઓ માટે નાણાંની તંગી રહી નથી. પૈસા, બજેટ અને મેનેજમેન્ટ પર કામ કરવાનું છે. જ્યારે લોકોને કોઈ સુવિધા સતત મળતી રહે છે ત્યારે તેમાં થોડો પણ વિક્ષેપ આવે તો તે મુશ્કેલીરૂૂપ બને છે. જેમ આપણા ઘરમાં કોઈ સુવિધા ભોગવતા થઈએ અને તે ન મળે તો આપણને તકલીફ થાય છે, તે જ રીતે નાગરિકોને પણ સારી સુવિધા સતત મળતી રહે તે રીતે કામગીરી કરવી પડશે.

ગ્રીન કવર વધારવા TP સ્કીમમાં 1% જમીન અનામત
શહેરોમાં ગ્રીન કવર વધારવાને લઈ કહ્યું કે, નવી ઝઙ સ્કીમમાં અંદાજે 1 ટકા જમીન વૃક્ષારોપણ માટે ફરજિયાત અનામત રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ જમીનનો ઉપયોગ બાગ-બગીચા, ઓક્સિજન પાર્ક સહિતની સુવિધાઓ સુનિશ્ચિત કરવી જોઈશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *