શાપર-વેરાવળમાં પુત્રીને હવસનો શિકાર બનાવનાર સાવકા બાપને 10 વર્ષની જેલ

શાપર વેરાવળ રહેતી યુવતી પર તેના પાલક પિતાએ દુષ્કર્મ કર્યુ હોય આ અંગેનો કેસ ગોંડલ સેશન્સ કોર્ટ માં ચાલી જતા નરાધમ પાલક પિતાને કોર્ટ દ્વારા…

શાપર વેરાવળ રહેતી યુવતી પર તેના પાલક પિતાએ દુષ્કર્મ કર્યુ હોય આ અંગેનો કેસ ગોંડલ સેશન્સ કોર્ટ માં ચાલી જતા નરાધમ પાલક પિતાને કોર્ટ દ્વારા દશ વર્ષ ની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત મુજબ ભોગબનનાર યુવતી શાપર વેરાવળ વિસ્તારમાં રહેતી હતી. ભોગ બનનારની માતાએ ભેસાણના ખંભાળીયા ગામના શખ્સ સાથે ભોગ બનનાર 10 વર્ષની હતી ત્યારે બીજા લગ્ન કરેલ હતા.
ભોગબનનાર જ્યારે 10 વર્ષની હતી ત્યારથી તેના પાલક પિતાએ રાત્રીના સમયે ભોગ બનનારના શરીર સાથે અજુકતી રીતે શરીર તથા શરીરના અન્ય ભાગમાં સ્પર્શ કરતો અને આ વાત કોઈને કહીશ તો જાનથી મારીનાખીશ તેવી ધમકી આપેતો હતો.

સમય જતા આરોપીએ ભોગ બનનાર એક વખત બીમાર હોય અને ઘરે એકલી હતી ત્યારે તેની સાથે બળજબરી પુર્વક શરીર સબંધ બાંધેલ અને ભોગબનનારને આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ હતી. સાવકા બાપ થકી ભોગ બનનાર ગર્ભવતી થયેલ હતી. પાલક પિતાએ ગર્ભ પાડવાની દવા કોઈ જગ્યાએથી મેળવી ભોગબનનારને આપેલ હતી અને ગર્ભપડી ગયેલ હતો. ત્યારબાદ ભોગ બનનારના લગ્ન અન્ય જગ્યાએ થયેલ તેમ છતા પાલક પિતાએ ભોગબનનારને હેરાન કરતો હતો. જેથી આવી વાત ભોગબનનારે તેના પતિને કરતા તેના પતિએ આરોપી સામે પોલીસ ફરીયાદ કરી હતી.

ફરીયાદનાં અનુસંધાને શાપર વેરાવળ પોલીસ સ્ટેશમાં આરોપી સામે આઈ.પી.સી.કલમ-376 વિ. કલમનો ગુન્હો દાખલ કરી આ ગુન્હાની તપાસ જી.બી. જાડેજાએ કરેલ અને આરોપીની ધરપકડ કરી તપાસનાં અંતે કોર્ટમાં ચાર્જશીટ કરાયુ હતુ.

ગોંડલ સેશન્સ કોર્ટ માં કેસ ની સુનવણી હાથ ધરાતા સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્રારા દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજુ થયેલ અને કોર્ટમાં ભોગબનનારની જુબાની તથા દસ્તાવેજી પુરાવા તથા તેના પતિની જુબાની ધ્યાને લઈ ઉપરાંત સરકારી વકીલની દલીલો ધ્યાને રાખી આરોપીને સેશન્સ જજ એમ.એ.ભટ્ટી 10 વર્ષની કેદની સજા ફરમાવતો ચુકાદો જાહેર કર્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *