રાજકોટની બજારોમાં હવે સ્ટીલના ટોઇલેટ મૂકાશે

રાજકોટને દેશના શ્રેષ્ઠ સ્વચ્છ શહેરોની ગણનામાં અવ્વલ લાવવા માટે ચાલતા પ્રયાસોના ભાગરૂૂપે શહેરને જાહેરમાં શૌચમુક્ત સિટી બનાવવા માટે નવા જાહેર શૌચાલય બનાવવામા આવનાર છે. તેમા…

રાજકોટને દેશના શ્રેષ્ઠ સ્વચ્છ શહેરોની ગણનામાં અવ્વલ લાવવા માટે ચાલતા પ્રયાસોના ભાગરૂૂપે શહેરને જાહેરમાં શૌચમુક્ત સિટી બનાવવા માટે નવા જાહેર શૌચાલય બનાવવામા આવનાર છે. તેમા નવીનતમ પ્રકારના સ્ટિલની બનાવટના શૌચાલય યુનિટ મનપા વસાવશે. મહિલા અને પુરુષ એમ બન્ને વર્ગ માટેના આ એક યુનિટની કિંમત રૂૂ.32 લાખ આસપાસ છે. પરંતુ મનપાને આ શૌચાલય 50 ટકામાં જ પડશે. પ્રથમ તબક્કે પાંચ યુનિટના ડેમો પીશ મગાવવા મેયર ડો.નેહલ શુક્લએ પરવાનગી આપી છે. જ્યા મહિલાઓની અવરજવર વધુ હોય અને સાથે બજાર વિસ્તારમાં મુકવા માટે પ્રાધાન્ય આપવામા આવશે.

આ નવીનતન શૌચાલયની ખાસીયત એ રહેશે કે ખુબ ઝડપથી અને સરળતાપુર્વ તેની સફાઇ થશે. સફાઇ સહિત 30 વર્ષના મેઇન્ટેનન્સની જવાબદારી સાથે એજન્સી પાસેથી શૌચાલય ખરીદવા માટેનો કોન્ટ્રાક્ટ આપવાની વિચારણા ચાલી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકાના સુલભ શૌચાલયોની અવદશા, ગંદકીની સમસ્યા સહિતના મુદ્દાઓને ધ્યાને લઇને હવે અમદાવાદની જેમ સ્ટીલના ટોયલેટ મુકાશે. શહેરની મુખ્ય બજારોમાં આ ટોયલેટ મુકવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ સ્થળોએ સુલભ શૌચાલયો બનાવવામાં આવ્યા છે.

પણ નિયમિત સફાઇના અભાવે આમ આદમી તેનો ઉપયોગ કરતાં નથીે શહેરમા મહિલાઓ માટે પણ કોઇ નોંધપાત્ર સંખ્યામાં ટોયલેટની સગવડતા નથી ત્યારે હવે ગંદકી અને સફાઇની કડાકુટમાંથી બચવા મહાનગરપાલિકા દ્વારા સ્ટિલના ટોયલેટ મુકાશે. આમાં પણ જ્યાં મહિલાઓની અવરજવર વધુ રહે છે તેવા સ્થળોને પ્રાધાન્ય અપાશે.

મેયર ડો. નેહલ શુકલે કહ્યું હતું કે શહેરમાં મહિલાઓ માટે શૌચાલયની સગવતા જૂજ છે. આમાં પણ શહેરની મુખ્ય બજારોમાં તો શૌચાલયોની સંખ્યા જૂજ છે ત્યારે બજારોમાં આવા શૌચાલયો વધુ સંખ્યામાં મુકાશે. તેઓએ કહ્યું હતું કે આવા શૌચાલયની કિંમત અંદાજે 30 થી 35 લાખ જેવી થાય છે પણ એજન્સી અડધા ભાવે આપશે એટલું જ નહીં પણ એજન્સી દ્વારા સફાઇ સહિત ઓપરેશન અને મેઇટેનન્સની કામગીરી પણ સંભાળવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *