તહેવારોમાં સખણા રહેજો, 126 રીઢા ગુનેગારોની ક્રાઇમબ્રાન્ચમાં પરેડ

ચોરી, લૂંટ, વાહન ઉઠાંતરી અને ચીલ ઝડપ સહિતના ગુનામાં અગાઉ પકડાયેલા રીઢા ગુનેગારોને શાનમાં સમજી જવા ચેતવણી જન્માષ્ટમીના તહેવાર અનુસંધાને શહેર વિસ્તારમાં ચોરી,લુંટ,ચીલઝડપ તેમજ વાહન…

ચોરી, લૂંટ, વાહન ઉઠાંતરી અને ચીલ ઝડપ સહિતના ગુનામાં અગાઉ પકડાયેલા રીઢા ગુનેગારોને શાનમાં સમજી જવા ચેતવણી

જન્માષ્ટમીના તહેવાર અનુસંધાને શહેર વિસ્તારમાં ચોરી,લુંટ,ચીલઝડપ તેમજ વાહન ચોરીના બનાવો અત્કાવાવ માટે અગાઉ આવા ગુન્હાઓમાં પકડાયેલ 126 રીઢા ગુનેગારોની આજે ક્રાઈમ બ્રાન્ચ ખાતે પરેડ યોજવામાં આવી હતી. સામાન્ય રીતે મિલ્કત વિરુદ્ધના ગુના વધે ત્યારે અને સમયાંતરે તમામ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોતાના વિસ્તારમાં રહેતા અને અગાઉ મિલ્કત વિરૂૂધ્ધના ગુનાઓમાં પકડાયેલા જઈ ચેક કરે છે. આરોપીઓને ઘરે ઘરે જઈ ચેક કરે છે.

આ પ્રકારના આરોપીઓના એમસીઆર કાર્ડ પણ કાઢવામાં આવે છે. પરંતુ આજે આવા આરોપીઓને ઘરે ઘરે ચેક કરવાને બદલે સીધા ક્રાઈમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા હતા, અગાઉ મિલ્કત સબંધી ગુન્હાઓ જેવા કે, ઘરફોડ ચોરી, ચીલઝડપ, વાહનચોરી, મોબાઈલ ચોરી વિગેરે ગુન્હાઓમાં પકડાયેલ રીઢા ગુનેગારોને ક્રાઈમ બ્રાંચના એસીપી બી.બી.બીસીયાએ તહેવારો ઉપર સખણા રહેવા ચેતવણી આપી સાનમાં સમજી જવા તાકીદ કરી હતી. 126 રીઢા ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચની કચેરીના ગ્રાઉન્ડમાં પરેડ યોજવામાં હતી. આ દરમ્યાન હાલ આ આરોપીઓ શું પ્રવૃતિઓ કરી રહ્યા છે તેની વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી.

રાજકોટ શહેર પોલીસ દ્રારા રાજકોટ શહેર ના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં અગાઉ મિલ્કત સબંધી ગુન્હાઓ જેવા કે, ઘરફોડ ચોરી, ચીલઝડપ, વાહનચોરી, મોબાઈલ ચોરી વિગેરે ગુન્હાઓમાં પકડાયેલ રીઢા ગુનેગારોને ક્રાઈમ બ્રાંચ કચેરીએ હાજર રખાવી તેઓની હાલની પ્રવૃતિ શું છે તે બાબતે ચેક કરી ખાસ ડ્રાઇવ યોજી હતી.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બંગરીયા,ડીસીપી (કાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન એસીપી (કાઇમ) ભરત બી.બસીયા સાથે ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર,સી.એચ.જાદવ સાથે શહેરના તમામ પોલીમ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓએ આવા 126 રીઢા ગુનેગારોની પુછપરછ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *