મનપામાં ચાલતા રાજકીય કાવાદાવાનો ભોગ બન્યા હોવાની ચર્ચા, મનપાના ઇતિહાસનો પ્રથમ બનાવ
મહાનગરપાલિકામાં વર્ષોથી તટસ્થ રીતે ફરજ બજાવતા સેક્રેટરી ડો. એચ.પી. રૂપારેલીયાને તેમની પોસ્ટ ઉપરથી ફરજ મૂકત કરી હવે મ્યુનિ.કમિશનરના તાબા હેઠળ કામ કરવા માટે મુકવામાં આવ્યા છે. આ કાટાળા પદ ઉપર ફરજ બજાવવી અતિમુશ્કેલ છે. છતાં વર્ષોથી કોઇ જાતના ભેદભાવ વગર આ પદ ઉપર એચ.પી.રૂપારેલયાએ ફરજ બજાવી પરંતુ હાલમાં ચાલતા પદાધિકારીઓ વચ્ચેના શીતયુદ્ધનો ભોગ બનાવવામાં આવ્યા હોવાની અધિકારી વર્ગમાં ચર્ચા જાગી છે.
મહાનગરપાલિકાની સેક્રેટરી પદ મોભાનુ પદ ગણવામાં આવે છે. આ પદ ઉપર વર્ષો પહેલા ડો.એચ.પી.રૂપારેલીયાની નિમણુક કરવામાં આવેલ અને તેમના કાર્યકાળ દરમિયાન અનેક પદાધિકારીઓની નવી બોર્ડી સાથે સંકલન સાધી વહીવટી કાર્યશેલીનો નમૂનો પ્રસ્તુત કર્યો છે. અને હાલમા પણ આ પદ ઉપર સેવા આપી રહ્યા છે. પદાધિકારીઓ સાથે કામ કરવુ અધરુ હોવાથી થોડા સમય પહેલા તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તરીકે પદગ્રહણ કરેલ પરંતુ થોડા સમયમા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રાજકારણથી કંટાળી ફરી વખત મનપાના સેક્રેટરી પદે આરુઠ થયા હતા. ત્યારબાદ મનપામા નવી બોર્ડીનુ શાસન આવતા અને કોર્પોરેટરો તથા પદાધિકારીઓમાં બે ફાટા પડી જતા સેક્રેટરી પદે કામગીરી કરવી મુશ્કેલ બની હતી છતા આજ સુધી પોતાના કારર્કિદીમાં બાધછોડ ન કરનાર એચ.પી.રૂપારેલીયાએ તટસ્થતાથી કામ કરવાનુ ચાલુ રાખતા અમૂક ખાસ પદાધિકારીઓને આંખમાં કણાની ખૂચવા લાગ્યા હતા. અને ગમે ત્યારે રૂપારેલીયાનો ઘડો લાડવો થઇ જશે તેવી ચર્ચાએ જોર પકડેલ છતા આજ સુધી તેમના પદ ઉપર સ્થિર રહ્યા હતા. પરંતુ મનપાની ચૂંટણીઓ નજીક આવતા હાલની બોર્ડીમાં રહેલા અને રૂપારેલીયા ઉપર રોફ નહીં જમાઇ શકાય તેવુ માની રહેલા અમૂક પદાધિકારીઓએ મનપાના ઇતિહાસામાં પ્રથમ વખત સેક્રેટરીને કમિશનર બ્રાન્ચમાં બદલી કરાવી નાખી કાંટો કાઢી નાખ્યો હોવાની ચર્ચાએ મનપામાં જોર પકડ્યું છે.
મનપાના સેક્રેટરી એચ.પી.રૂપારેલીયાને તેમના પદ ઉપરથી બદલીના નામે દૂર કરવામાં આવ્યા છે અને હવે તેઓ કમિશનર વિભાગમાં મ્યુનિ.કમિશનરના તાબા હેઠળની તમામ પ્રકારની કામગીર કરશે અને હવે તેમની જગ્યાએ પદાધિકારીઓના કહ્યાગરા અધિકારીની સેક્રેટરી પદે નિમણુક કરવામાં આવશે અને તેનુ નામ પણ કમિશનરને પદાધિકારીઓજ જણાવશે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યુ છે.કમ
