મારી સાથે સંબંધ રાખ, નહીં તો તારા છૂટાછેડા કરાવી નાખીશ, ધરાર પ્રેમીની પરિણીતાને ધમકી

રાજકોટના મુંજકા વિસ્તારમાં રહેતી 29 વર્ષીય પરિણીતાને તેના સંબંધીએ સંબંધ રાખવા ધમકી આપી બાવડું પકડી છેડતી કર્યાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવની વધુ…

રાજકોટના મુંજકા વિસ્તારમાં રહેતી 29 વર્ષીય પરિણીતાને તેના સંબંધીએ સંબંધ રાખવા ધમકી આપી બાવડું પકડી છેડતી કર્યાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવની વધુ માહિતી મુજબ,મુંજકા ચોકડી પાસેના વિસ્તારમાં રહેતી પરિણીતાએ યુનિવર્સિટી પોલીસમાં મોટા મૌવા મેલડી માતાજીના મંદિર પાસે શેરીમાં રહેતા સાગર કિશોરભાઈ અગ્રાવત સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગત.29ના તેણી ઘરે એકલી હતી ત્યારે આરોપી સાગર ઘરે જઈ તેણીનો હાથ પકડીને કહ્યું કે તું મારી સાથે પ્રેમ સંબંધ રાખ અને તારા પતિને છોડી દે જેથી તેણીએ શખસને કહ્યું કે તમે આ શું બોલો છો તમે મારા ભાઈ સમાન છો, મારા લગ્ન થઈ ગયેલા છે. જેથી શખસ ઉશ્કેરાઈ જઈ બોલાચાલી કરી તેણીને કહ્યું કે હું તારૂૂ અને તારા પતિનું તોડાવી નાખીશ અને તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો.બાદ બીજા દિવસે ફરી શખસે ફોન કરી પ્રેમ સંબંધ રાખવા તથા ખરાબ સંબંધો રાખવા માટે કહેતો હતો.

જેથી તેણીએ ઈન્કાર કરતા શખ્સે ઉશ્કેરાઈ જઈ ઝઘડો કરતો હોય જેથી તેણીએ ફોન કટ કરી નાખ્યો હતો.બાદ તેણીએ બનાવની પતિને વાત કરેલ હતી. ગત.તા.2ના ફરિ શખ્સ ઘરે આવતો હતો ત્યારે પતિ નીચે પાર્કિંગમાં હાજર હોય જેથી તેને પુછયું કે અહીં કેમ આવેલ જેથી શખસે પતિ સાથે ઝઘડો કરી ગાળો ભાંડી નાશી ગયો હોવાનું જણાવતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.આ મામલે પીએસઆઇ બી.એસ.ચૌહાણે તપાસ શરૂૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *