રાજ્યની પ્રિ-સ્કૂલો 31મી સુધીમાં ઓનલાઈન નોંધણી ન કરાવે તો કડક કાર્યવાહીની ચેતવણી

રાજ્યમાં તમામ નવી અને જૂની નોંધણી વગર ચાલતી પ્રાઈવેટ પ્રિ-સ્કૂલો, નર્સરી અને બાલ વાટિકા સામે શિક્ષણ વિભાગે એક મહત્વનો આદેશ આપ્યો છે. શિક્ષણ વિભાગના આદેશાનુસાર…

રાજ્યમાં તમામ નવી અને જૂની નોંધણી વગર ચાલતી પ્રાઈવેટ પ્રિ-સ્કૂલો, નર્સરી અને બાલ વાટિકા સામે શિક્ષણ વિભાગે એક મહત્વનો આદેશ આપ્યો છે. શિક્ષણ વિભાગના આદેશાનુસાર તમામ શાળાઓએ સરકારી પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી લેવાની અંતિમ તક આપવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી તરફથી જારી આદેશ મુજબ, જે પણ સંસ્થાઓએ હજુ સુધી સરકારી પોર્ટલ પર નોંધણી નથી કરાવી તેઓએ આગામી 31 જુલાઈ સુધીમાં ફરજયિયાત પણ નોંધણી કરાવવાની રહેશે.

શિક્ષણ વિભાગના આદેશથી હાલ રાજ્યમાં સરકારી પોર્ટલ પર 8,881 જેટલી પ્રિ-સ્કૂલોએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે.જ્યારે અંદાજે 16 હજારથી વધુ સ્કૂલોએ હજુ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન નથી કરાવ્યું. આથી આવી સ્કૂલોને તંત્ર દ્વારા છેલ્લો મોકો આપવામાં આવ્યો છે. અંતિમ તક વીતી ગયા પછી જે પણ સ્કૂલોએ ઓનલાઈન નોંધણી નથી કરાવી તેવી બિનઅધિકૃત સંસ્થાઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

બાળકોના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખુ-2023 અંતર્ગત 5+3+3+4 ફોર્મેટ મુજબ ફાઉન્ડેશન સ્ટેજ લાગુ કરાયું છે. 28 એપ્રિલ 2023 ના ઠરાવને આધારે ગુજરાત સરકારે આ માળખાનો સ્વીકાર કરીને સ્ટેટ કરક્યુલમ ફ્રેમવર્ક પ્રસિદ્ધ કર્યુ. જેના અનુસંધાને બાલવાટિકા1,2 અને 3 સહિતના પહેલા પાંચ વર્ષ સમાવિષ્ઠ છે. એ પહેલા પ્રિ સ્કૂલો માટે રાજ્ય સરકારની કોઈ નીતિ નહોતી આથી શિક્ષણ વિભાગ દ્વારા નવી નીતિ 18 જુલાઈ 2025ના રોજ લાગુ કરાઈ હતી. જેમાં તમામ પ્રાઈવેટ સંસ્થાઓએ ઓનલાઈન નોંધણી કરવી ફરજિયાત હતી.

સરકારી પોર્ટલ પર સંચાલકોએ ઓનલાઈન નોંધણી કરતી વખતે તમામ ઠરાવો, સરકારી નિયમો અને શરતોનો ચોક્કસાઈથી અભ્ચાસ કરીને યોગ્ય ફોર્મેટમાં સ્વ-ઘોષણાપત્ર અપલોડ કરવું પડશે. તેમજ અગાઉ પ્રમાણ પત્રો મેળવેલ સંસ્થાઓએ નોંધણી કરવાની કોઈ જરૂૂરિયાત રહેતી નથી. પરંતુ જે સંસ્થાઓ નવી નવી શરુ થઈ છે. તેમના માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી ફરજિયાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *