સાવરકુંડલામાં સ્ટેટ હાઈવેનું કામ પૂંછડે આવીને અટક્યું

સાવરકુંડલા થી રંગોળા સ્ટેટ હાઇવે ઉપર ચાલી રહેલું રોડનું કામ લગભગ પૂર્ણ થયું છે પરંતુ સાવરકુંડલા થી જુનાસાવર નો જે રસ્તો છે તે જુના સાવર…

સાવરકુંડલા થી રંગોળા સ્ટેટ હાઇવે ઉપર ચાલી રહેલું રોડનું કામ લગભગ પૂર્ણ થયું છે પરંતુ સાવરકુંડલા થી જુનાસાવર નો જે રસ્તો છે તે જુના સાવર થી સાવરકુંડલા તરફ આવતા 1.5 સળ હજુ બન્યો જ નથી એક ફૂટ થી દોઢ ફૂટ જેટલા ખાડા અને બે ફૂટ થી 15 ફૂટ સુધીના પહોળાઈના આ ખાડાઓ પડી ગયા હોવાથી વાહન ચાલકોને પારાવારની મુશ્કેલી પડે છે.

આમ તો છેલ્લા ઘણા વર્ષથી આ સ્ટેટ હાઇવે નું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે એજન્સીઓ બદલાઈ ગઈ છે રોડના કામ પણ પૂર્ણતાની આરે છે પરંતુ આ એક જ રસ્તો બાકી રાખી દીધો છે એજન્સીઓ બદલાણી પરંતુ કામ પૂર્ણ નથી કર્યું ત્યારે વાહન ચાલકો રાહદારીઓ તેમજ ટુવિલર ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અધિકારીઓ અને પદાધિકારીઓને આ બાબતે રજૂઆતો પણ કરેલી છે પરંતુ કયા કારણોસર આ કામ થતું નથી તેનો જવાબ કોઈ પાસે નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *