સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના જ્યોર્જિના સાથે લગ્ન, તસવીર વાયરલ

પોર્ટુગીઝ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ગઇકાલે તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્ઝ સાથે લગ્ન કર્યા હતા. જ્યોર્જિના સાથેની એક સંયુક્ત પોસ્ટમાં તેમણે લગ્ન પછીની પ્રથમ તસવીર પોસ્ટ કરી…

પોર્ટુગીઝ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ગઇકાલે તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્ઝ સાથે લગ્ન કર્યા હતા. જ્યોર્જિના સાથેની એક સંયુક્ત પોસ્ટમાં તેમણે લગ્ન પછીની પ્રથમ તસવીર પોસ્ટ કરી હતી. જેના કેપ્શનમાં લખ્યું, ‘”C Love G‘. લગ્ન સમારોહ પશ્ચિમ પોર્ટુગલમાં રાજધાની લિસ્બન નજીકના દરિયાકાંઠાના શહેર કૈસ્કેસમાં યોજાયો હતો અને રોનાલ્ડોના પાંચ બાળકો પણ હાજર રહ્યા હતા.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને જ્યોર્જિના રોડ્રિગ્ઝે તેમના લગ્ન સમારોહને ખાનગી રાખવાનો નિર્ણય કર્યો હતો. રોનાલ્ડોને પાંચ બાળકો છે. 9 વર્ષના ટ્વિન્સ ઈવા મારિયા અને માટેઓ, 8 વર્ષની પુત્રી અલાના, 4 વર્ષની પુત્રી બેલા અને 16 વર્ષનો પુત્ર ક્રિસ્ટિયાનો જુનિયર. ક્રિસ્ટિયાનો જૂનિયર રોનાલ્ડોનો અગાઉના સંબંધનો પુત્ર છે. જોકે, રોનાલ્ડોએ ક્યારેય ખુલાસો કર્યો નથી કે તેના પ્રથમ બાળકની માતા કોણ છે. રોનાલ્ડો અને જ્યોર્જિનાની પહેલી મુલાકાત 2016માં થઈ હતી જ્યારે જ્યોર્જિના એક ગુચ્ચી સ્ટોરમાં કામ કરતી હતી.

તેમની શરૂૂઆતની મુલાકાતના થોડા દિવસો પછી તેઓ એક બ્રાન્ડ ઇવેન્ટમાં ફરી સાથે દેખાયા હતા. તેઓ પહેલી વાર જાન્યુઆરી 2017માં ઝુરિચમાં બેસ્ટ ફિફા ફૂટબોલ એવોર્ડ્સમાં રેડ કાર્પેટ પર સાથે દેખાયા હતા. જ્યોર્જિનાની નેટફ્લિક્સ સીરિઝ “આઈ એમ જ્યોર્જિના” માં રોનાલ્ડોએ સ્વીકાર્યું કે શરૂૂઆતમાં તેમને અપેક્ષા નહોતી કે તેમનો પ્રેમ આટલો મજબૂત થશે, પરંતુ પછીથી સમજાયું કે જ્યોર્જિના તેની જીવનસાથી છે. તેમના લગ્નના બરાબર એક વર્ષ પહેલા 11 ઓગસ્ટ, 2025ના રોજ તેમની સગાઈ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *