જામનગરમાં 77.44 કરોડના વિકાસકામોને સ્ટેન્ડિંગની મંજૂરી

જામનગર મહાનગર પાલિકાની શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂૂપિયા 77 કરોડ 44 લાખના વિવિધ ખર્ચાઓને મંજૂરી આપવામાં આવી હતી આ ઉપરાંત લાખો રૂૂપિયાના ખર્ચ…

જામનગર મહાનગર પાલિકાની શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂૂપિયા 77 કરોડ 44 લાખના વિવિધ ખર્ચાઓને મંજૂરી આપવામાં આવી હતી આ ઉપરાંત લાખો રૂૂપિયાના ખર્ચ ફક્ત જાણ અર્થએ રજૂ કરવામાં આવ્યા હતા. જામનગર મહા નગરપાલિકા ની સ્ટેન્ડીંગ કમિટી ની મીટીંગ તા. 21-08-2026 ના ધીરેનકુમાર પી. મોનાણી ના અધ્યક્ષ સ્થાને મળી હતી.

તેમાં કુલ 10 સભ્યો ઉપરાંત મેયર મૌનિકાબેન વ્યાસ, ડે. મેયર રાકેશભાઈ ડેર, કમિશ્નર દિપેશ કેડીયા, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, આસી. કમિશ્નર (વ.) મુકેશભાઈ વરણવા, આસી. કમિશ્નર (2) જિજ્ઞેશભાઈ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સીવીલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં. 13) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અન્વયે રૂૂ.. 1.50 કરોડ , સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં. 3) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અન્વયે રૂૂા. 2 કરોડ , સેન્ટ્રલ ઝોન, વોર્ડ નં. 13, ગણેશવાસ વિસ્તાર માં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલ બનાવવાના કામ અંગે રૂૂા. 11.70 લાખ , વર્ષ 2026-27 ની આઉટ ગ્રોથ એરિયાની ગ્રાન્ટ અન્વયે વોર્ડ નં. 9 એરફોર્સ ગેઈટથી ઢીચડા ગામ મેઈન રોડ (કોઝ-વે સાથે) (આંગણવાડી સુધી) સી.સી. રોડના કામ અંગે રૂૂા. 6.04 કરોડ , પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત ટી.પી. 3/ બી, એફ.પી. 49, ઈસ્કોન મંદિર સામે, જામનગર રાજકોટ હાઈવે ખાતે ઊઠજ-2 પ્રકારના 584 આવાસો બનાવવાના કામ અંગે રૂૂા. 67.80 કરોડ અને એક સીએચસી માટે મંજુર થયેલ ખર્ચમાંથી ત્રણેય સીએચસી ના સાધનોની ખરીદીના ખર્ચ માટે સૈધ્ધાંતિક મંજુરી આપવા અંગે દરખાસ્ત ની વિગતે સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

ઉપરાંત એક દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવામાં આવી હતી. જેમાં શ્રાવણી મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા માટે રૂૂા. 1,00,000 નો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો .આમ આ બેઠકમાં કુલ રૂૂા. 77 કરોડ 44 લાખના ખર્ચને મંજુર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત લાખો રૂૂપિયાના ખર્ચાઓ ફક્ત જાણ અર્થે રજૂ થયા હતા .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *