પ્રભાસ પાટણ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર જવા રાજ્ય વહીવટી તંત્ર નગરપાલિકા અને સોમનાથ ટ્રસ્ટના સંકલનથી સોમનાથ ની જૂની રામવાડી ખાતે હાટ બજાર બનાવવામાં આવ્યું છે. જે ક્ધટેનરમાં બનાવ્યું છે અને જેનું ઉદ્ઘાટન પણ બાકી છે છતાં દુકાનો એલોટ કરાઈ ચૂકી છે આ હાટ બજારની લગો લગ સોમનાથ મંદિર જવા રાજ્ય સરકારે મોટો ખર્ચો કરી રસ્તો ભોળો અને પાકો સિમેન્ટનો બનાવાયો છે.
જે પઠાણ વાળા પાસેથી જાય છે ખાટલે મોટી ખોટ એ છે કે હાટ બજારથી આ રોડ ચાર ફૂટ ઊંચો હોવા છતાં રોડની કોર્નર ઉપર બોર્ડર દિવાલ કે આડચ લગાવાઈ જ નથી જેને કારણે આજે બપોરે બે વાગ્યે ત્યાંથી પસાર થાતી એક ખાનગી કાર રોડ ઉપરથી નીચે ખાબક્તા મોટરમાં બેસેલા ચાર લોકોને નાની-મોટીજા તેમજ કારને નુકસાની થવા પામેલ છે. આ રોડ સમાંતર હાટ બજારની ઊંડાઈ છે.
તે ભાગની બોર્ડરમાં દીવાલ જ નથી બનાવાઈ જ્યારે આ સંકુલમાં બાકીની દિશાઓમાં આડચ બનાવાયેલી છે એટલું જ નહીં રોડ બાઉન્ડ્રી ઉપર ભઈ જનક કલરના પટ્ટા પણ લગાવાયેલ નથી તથા રોડની એ બાઉન્ડ્રી ઉપર ભયદર્શક લાલ ઝંડીઓ કે રાત્રે સમયે લાલ લાઇટ પણ લગાવેલ નથી આ હાટ બજાર વહીવટી તંત્ર નગરપાલિકા હસ્તક બનેલ છે જે સોમનાથ ટ્રસ્ટ ને સોપાયેલ છે .
રોડનો કલર અને હાટનો કલર દૂરથી જોનારને સમાંતર જ લાગે તેથી અકસ્માતો બનવાની પૂરેપૂરી ખાતરી હોવા છતાં આ સોમનાથ ટ્રસ્ટની ઓફિસથી પઠાણ વાળા થઈ સોમનાથ મંદિર જતો રસ્તો યાત્રિકો પ્રવાસીઓ માટે કાયમી ભયજનક બોર્ડર દીવાલ ન હોવાને કારણે છે સોમનાથ ટ્રસ્ટે આવી ગંભીર બેદરકારી નિવારી પગલાં લેવા જરૂૂરી છે
