ઉત્તરાયણે વધેલ વાસી ઉંધિયાનું બીજા દિવસે વેંચાણ, ફૂડ વિભાગ ત્રાટક્યું

ખાણીપીણીના 21 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, 4 સ્થળેથી નમૂના લેવાયા, 7ને લાઈસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા ઉતરાયણના દિવસે સૌથી વધુ વેચાતા ઉંધિયા સહિતના નમૂના…

ખાણીપીણીના 21 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, 4 સ્થળેથી નમૂના લેવાયા, 7ને લાઈસન્સ અંગે નોટિસ

મનપાના ફૂડ વિભાગ દ્વારા ઉતરાયણના દિવસે સૌથી વધુ વેચાતા ઉંધિયા સહિતના નમૂના લેવાયા હતા અને બીજા દિવસે પણ વાસી ઉંધિયા વેચતા ધંધાર્થીઓને ત્યા ચકાસણી કરી કોઠારીયા રોડ પર પટેલ ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયમાંથી ઉંધિયા તેમજ કાલાવડ રોડ મટુકી રેસ્ટોરન્ટમાંથી ઉંધિયા તથા બજરંગ ફરસાણ કોટેચાનગર મેઇન રોડ માંથી ફાફડા ગાઠીયા અને અમૃત સ્વીટ જંકશન પ્લોટમાંથી જલેબી સહિતના સેમ્પલ લઇ લેબમાં મોકલી આપ્યા હતા. તેમજ ખાણીપીણીના 21 ધંધાર્થીઓને ત્યા ચકાસણી કરી 9 વેપારીઓને ફૂડ લાયસન્સ અંગે નોટિસ ફટકારી હતી.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના આનંદ બંગલા ચોક થી મવડી ચોકડી સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ.

જેમાં 09 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 09 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી. આ મુદ્દે ફૂડ વિભાગે જણાવેલ કે, તહેવારો દરમિયાન ફરસાણ અને મીઠાઇના ધંધાર્થીઓ દ્વારા અંદાજ મુજબની મીઠાઇ અને અલગ અલગ વસ્તુઓ બનાવવામાં આવતી હોય છે. તહેવારોના દિવસે વેચાણ થયા બાદ બાકી વધેલ અમુક ખાદ્યપ્રદાથો પૈકી અમુક વાસી અને બિન આરોગ્ય પ્રદ થઇ જતા હોય તેના લીધે રોગચાળાના સંભાવના વધી જાય છે.

આથી ઉતરાયણના દિવસે અથવા આગલી રાત્રે બનાવવામાં આવેલ ઉંધિયુ બીજા દિવસે અખાદ્ય થઇ જતુ હોવાથી વેપારીઓ પાસેથી નમુના લઇ આ પ્રકારના વાસી ખાદ્યપ્રદાર્થનુ વેચાણ ન કરવા અંગેની સુચના આપવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા (01)ખોડિયાર કિરાણા ભંડાર- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)જલારામ ચીકી- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)શિવશક્તિ રેસ્ટોરેન્ટ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)તુલસી એન્ટરપ્રાઇઝ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)જય લાઈવ ચીકી- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)સીતારામ છોલે ભટુરે- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)મારુતિ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)ક્રિષ્ના પાણીપુરી- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)ભેરુનાથ કોલ્ડ પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ હતી. તથા (10) મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા (11) રાજા ગૃહ ઉદ્યોગ (12)સિલ્વર બેકરી (13)ડાઇમંડ સીંગ (14) શિવશક્તિ ડેરી (15)ડિલિશ્યસ ફૂડ (16) વેણુ ટ્રેડિંગ (17) રાજુ ખમણ (18) મિલન સ્વીટ માર્ટ (19) બાલમુક્ન્દ કિરાણા ભંડાર (20) નંદકિશોર ડેરી ફાર્મ (21) સહજાનંદ ફૂડ ઝોનની ચકાસણી કરવામાં આવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *