ભાઇબીજે એસટીનો રેકોર્ડ: 1.46 લાખ ઓનલાઇન બુકિંગ, 3.55 કરોડની આવક

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે GSRTCએ તહેવારોના દિવસોમાં ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ દ્વારા એક જ દિવસમાં સૌથી વધુ ટિકિટ બુકિંગ અને આવકનો…

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે GSRTCએ તહેવારોના દિવસોમાં ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ દ્વારા એક જ દિવસમાં સૌથી વધુ ટિકિટ બુકિંગ અને આવકનો નવો રેકોર્ડ સર્જ્યો છે. 11 નવેમ્બરના રોજ ભાઈબીજ નિમિત્તે રાજ્યભરમાં એક જ દિવસમાં 1,46,875 ટિકિટનું ડિજિટલ બુકિંગ થયું છે, જે અત્યાર સુધીનું સર્વોચ્ચ છે. આ ગૌરવવંતી સિદ્ધિ સાથે GSRTC સતત 7મા વર્ષે દેશભરના તમામ સ્ટેટ ટ્રાન્સપોર્ટ યુનિટ્સ (STU)માં ડિજિટલ બુકિંગ અને આવકની દ્રષ્ટિએ નંબર-1 પર રહ્યું છે. 11 નવેમ્બરના રોજ થયેલા કુલ 1,46,875 ડિજિટલ ટિકિટ બુકિંગમાંથી 99,402 ટિકિટ GSRTCની સત્તાવાર મોબાઈલ એપ્લિકેશન દ્વારા જ બુક કરાઈ છે.

ડિજિટલ બુકિંગથી નિગમને માત્ર એક જ દિવસમાં 3.55 કરોડ રૂૂપિયાની માતબર આવક થઈ છે, જેમાં એકલા મોબાઈલ એપનો હિસ્સો 2.27 કરોડ રૂૂપિયા રહ્યો છે. આ ઉપરાંત, ઓનલાઈન અને ઓફલાઈન મળીને નિગમની એક દિવસની કુલ આવક 13 કરોડ રૂૂપિયાના આંકડાને પણ વટાવી ગઈ છે. વર્ષ 2019માં એક દિવસમાં 74,368 ટિકિટનું બુકિંગ અને 1.53 કરોડની આવકથી શરૂૂ થયેલો આ ગ્રાફ વર્ષ 2026માં નવા શિખરો સર કરી ચૂક્યો છે. તહેવારોના વ્યસ્ત સમયમાં એસ.ટી. નિગમના ડ્રાઇવર અને કંડક્ટર મુસાફરોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા હંમેશા નિષ્ઠાથી ફરજ નિભાવે છે. આ સફળતા બદલ નિગમે તમામ મુસાફરો અને કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *