બગદાણા ગુરૂ આશ્રમની જમીન ખરીદીમાં ગોટાળા? ભાજપના ધારાસભ્યની મનમાની

ભાવનગર જિલ્લાનો બગદાણા ગુરૂૂઆશ્રમ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. ભક્તિ, શ્રદ્ધા અને સેવાના સંદેશ ગુંજતા ગુરૂૂઆશ્રમમાં હવે સામાજિક અસંતોષ અને રાજકીય દખલગીરીના આરોપો ગુંજી રહ્યા…

ભાવનગર જિલ્લાનો બગદાણા ગુરૂૂઆશ્રમ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. ભક્તિ, શ્રદ્ધા અને સેવાના સંદેશ ગુંજતા ગુરૂૂઆશ્રમમાં હવે સામાજિક અસંતોષ અને રાજકીય દખલગીરીના આરોપો ગુંજી રહ્યા છે. કોળી સમાજે ટ્રસ્ટ મંડળને આવેદનપત્ર પાઠવી ગુરૂૂઆશ્રમના ટ્રસ્ટમાં સ્થાનિક કોળી સમાજના પ્રતિનિધિનો સમાવેશ કરવાની માંગ કરી છે. સાથે જ આશ્રમની જમીનને લઈને ચાલી રહેલા વિવાદો, ટ્રસ્ટ સંચાલનમાં રાજકીય વ્યક્તિઓની કથિત દખલગિરી અને મુંબઈથી બગદાણા ગુરૂૂઆશ્રમનું સંચાલન કરતા હોવાનો કોળી સમાજે આરોપ લગાવ્યો હતો.

બેઠકમાં ભાજપ ધારાસભ્ય સામે પણ સમાજના આગેવાનોએ નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરે કરેલા નવનીત બાલધીયા પર હુમલા સહિતા મુદ્દા સાથે 14 માગો સંતોષવા કોળી સમાજે ટ્રસ્ટ મંડળને આવેદનપત્ર પાઠવ્યું હતું. કોળી સમાજની માંગ છે કે બગદાણા ગુરુ આશ્રમમાં સ્થાનિક કોળી સમાજના વ્યક્તિને ટ્રસ્ટી મંડળમાં સમાવેશ કરવામાં આવે. આગામી બજરંગદાસ બાપાની પુણ્યતિથી માં સ્ટેજનું સંચાલન માયાભાઈ આહિરને ન સોંપવામાં આવે.

સાથે જ આશ્રમની જમીનને લઈને ચાલી રહેલા વિવાદો, ટ્રસ્ટના સંચાલનમાં રાજકીય વ્યક્તિઓની કથિત દખલગીરી અને મુંબઈથી બગદાણા આશ્રમનું સંચાલન કરતા હોવાના આક્ષેપો સાથે ભાજપના ધારાસભ્ય સામે પણ સમાજના આગેવાનોએ નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં, લોકસાહિત્યકાર માયાભાઈ આહીરને લઈને પણ કોળી સમાજના આગેવાનોએ જાહેરમાં ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

કોળી સમાજના આગેવાન કાળુભાઈ જાંબુચા દ્વારા ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે બગદાણા ગુરુ આશ્રમ દ્વારા 44 વીઘા જમીન ખરીદવામાં આવી છે જેમાં એક વીઘાનો ભાવ જ્યાં 10 થી 15 લાખ રૂૂપિયા પણ નહોતો ત્યાં ગુરુ આશ્રમ દ્વારા એક વીઘાના 25 લાખ રૂૂપિયા લેખે કુલ 11 કરોડ રૂૂપિયા ચૂકવવામાં આવ્યા છે તેમજ બગદાણા આશ્રમમાં ચાલતા વહીવટી પ્રક્રિયાને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *