માધાપર ચોકડીના પીકઅપ પોઇન્ટ પર ઊભી રહેશે એસટી બસ

કાળઝાળ ગરમીમાં સામેની બાજુ મુસાફરો હેરાન થતાં ડિવિઝન દ્વારા નિર્ણય: બીઆરટીએસ કોરીડોરમાં એસટી ચલાવવા મંજૂરી માધાપર ચોકડીએ બનાવેલ એસટીના પીકઅપ પોઇન્ટને ફરીથી કાર્યરત કરવા માટે…

કાળઝાળ ગરમીમાં સામેની બાજુ મુસાફરો હેરાન થતાં ડિવિઝન દ્વારા નિર્ણય: બીઆરટીએસ કોરીડોરમાં એસટી ચલાવવા મંજૂરી

માધાપર ચોકડીએ બનાવેલ એસટીના પીકઅપ પોઇન્ટને ફરીથી કાર્યરત કરવા માટે સુચના આપવામાં આવતા આજથી જ બસને સ્ટોપ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. પીકઅપ પોઇન્ટની સામેની સાઇડમાં કાળઝાળ ગરમીમાં મુસાફરો ઉભા રહેવા મજબુર બન્યા હોવાની ફરિયાદ થતા ડિવિઝન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી બસને સર્કલના બે રાઉન્ડ મારવા પડશે પરંતુ ભાડામાં વધારો નહીં કરી છાડયામાં અને ભાડામાં યાત્રિકોને રાહત આપવામાં આવી છે.

મુસાફર હિતરક્ષક સમિતિની રજૂઆત બાદ અગાઉ જામનગર, ભુજ, મોરબી તરફથી રાજકોટ તરફ આવતી તમામ બસોને માધાપર ચોક બસ સ્ટેશનથી સંચાલન કરવા સૂચના અપાય હતી. પરંતુ જામનગર, ભુજ મોરબી તરફ જતી તમામ બસોને બસ સ્ટેશન થઈને સંચાલન કરવામાં આવતું નહોતું. અને આ બસો બસ સ્ટેશનની સામેની તરફ 150 ફૂટના રિંગ રોડ પર જ્યાં સ્ટોપ કરતી હતી ત્યાંથી મુસાફરોને ચડાવવામાં આવતા હોય છે ત્યાં કોઈ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ ન હોય અને ઉનાળાની ઋતુમાં દેશભરમાં જ્યારે ગરમીના પ્રમાણમાં ભીષણ ગરમી પડતી હોય અને રાજકોટ અગ્રીમ હરોળમાં હોય જે પગલે આ રૂૂટ પર જતા મુસાફરોમાં સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકોની હાલત અત્યંત કફોડી બની હતી.

હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ મુસાફરોને પ્રાથમિક સુવિધા મળી રહે જેવી કે પાણી, છાંયડાની વ્યવસ્થા, ટોયલેટ બ્લોક, તેમજ બેસવાની વ્યવસ્થા મળી રહે તે માટે નિગમ દ્વારા બનાવાયેલ બસ સ્ટેશન જે અગાઉ ખંડેર બન્યું હતું હવે મુસાફરલક્ષી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય બીઆરટીએસ કોરિડોરમાં સંચાલન અંગેની સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મંજૂરી મળતા જે પગલે મોરબી, જામનગર, ભુજ તરફ જતી વખતે 150 ફૂટ રીંગ રોડ અયોધ્યા સર્કલથી બીઆરટીએસ કોરીડોરમાં થઈ માધાપર બસ સ્ટેશન થઈને સંચાલન કરવાનું રહેશે માધાપર બસ સ્ટેશન પરના ટ્રાફિક કંટ્રોલરને આવતા અને જતા સમયે ફરજિયાત પણે બસની નોંધણી પણ કરાવવાની રહેશે જોકે આ અંગે ભાડામાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવેલ નથી. ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા માધાપર ચોક એસ.ટી બસ સ્ટેશન અંગે ચલાવેલ રજૂઆતોનો દોર સફળ રહ્યો છે. સફળ રજૂઆતના સફળ પડઘા પડ્યા છે. મુસાફર હિતરક્ષક સમિતિ ની રજૂઆતને હકારાત્મક વલણ અપનાવી તાત્કાલિક યોગ્ય કરવા માટેના એસ. ટીના અધિકારીઓને સ્થાનિક ધારાસભ્યનો મુસાફર હિતરક્ષક સમિતિ આભાર વ્યક્ત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *