WPLની મુંબઇની મેચોમાં દર્શકોને એન્ટ્રી નહીં મળે

  મહિલા પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ 2026) 9 જાન્યુઆરીએ શરૂૂ થઈ હતી. અત્યાર સુધીમાં ચાર મેચ રમાઈ ચૂકી છે. પહેલી મેચથી જ સ્ટેડિયમમાં દર્શકોની સારી સંખ્યા…

 

મહિલા પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ 2026) 9 જાન્યુઆરીએ શરૂૂ થઈ હતી. અત્યાર સુધીમાં ચાર મેચ રમાઈ ચૂકી છે. પહેલી મેચથી જ સ્ટેડિયમમાં દર્શકોની સારી સંખ્યા જોવા મળી છે. દરમિયાન ટુર્નામેન્ટની કેટલીક મેચો અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. WPL2026 દરમિયાન દર્શકોને એક દિવસ માટે સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ પાછળનું મુખ્ય કારણ નવી મુંબઈમાં 15 જાન્યુઆરીએ યોજાનારી મ્યુનિસિપલ ચૂંટણીઓ છે. આ ચૂંટણીઓ માટે મોટી પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવશે.

તેથી ડબલ્યુપીએલ દરમિયાન સ્ટેડિયમ સુરક્ષા સુનિશ્ચિત કરવી મુશ્કેલ બનશે. ચૂંટણી પહેલાં અને પછીના આયોજન મુજબ એટલે કે 14 અને 16 જાન્યુઆરીના રોજ યોજાનારી મેચો પણ દર્શકો વિના રમાશે કે નહીં તે હજુ સુધી ચોક્કસ નથી. હાલમાં 14, 15 અને 16 જાન્યુઆરીની મેચોની ટિકિટ ડબલ્યુપીએલના સત્તાવાર ઓનલાઈન ટિકિટિંગ પ્લેટફોર્મ પર વેચાણ માટે ઉપલબ્ધ નથી. આ મેચો પણ પ્રભાવિત થઈ શકે છે. 14 જાન્યુઆરીએ દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સ, 15 જાન્યુઆરીએ મુંબઈ ઇન્ડિયન્સ અને યુપી વોરિયર્સ અને 16 જાન્યુઆરીએ ગુજરાત જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચો રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *