ઓખા અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ઓખા અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર “સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝન થઈને…

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ઓખા અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર “સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝન થઈને પસાર થનારી આ સ્પેશિયલ ટ્રેનની વિગતોમાં ટ્રેન નં. 09562/09561 ઓખા-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ (10 ફેરા). જેમાં ટ્રેન નંબર 09562 ઓખા-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર મંગળવારે ઓખાથી 10:20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 4:20 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

આ ટ્રેન 27 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી ચાલશે. તેવી જ રીતે, રિટર્નમાં ટ્રેન નં. 09561 બાંદ્રા ટર્મિનસ-ઓખા સ્પેશિયલ દર બુધવારે બાંદ્રા ટર્મિનસથી 5:50 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે રાત્રે 10:50 વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન 28 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ભરૂૂચ, સુરત અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી-2 ટાયર, એસી- 3 ટાયર, એસી- 3 ટાયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને જનરલ સેક્ધડ ક્લાસના કોચ હશે. ટ્રેન નં. 09561 અને 09562 નું બુકિંગ તમામ પી.આર.એસ. કાઉન્ટરો અને આઈ.આર.સી.ટી.સી. ની વેબસાઇટ પર શરૂૂ થઈ ગયું છે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry. indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે તેમ પશ્ચિમ રેલવે વિભાગની એક યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *