તાજીયાના રૂટ ઉપર ટેકનોલોજીનો મહતમ ઉપયોગ, સોશિયલ મીડિયા ઉપર ચાંપતી નજર રાખવા અને કડક ‘બંદોબસ્ત સ્કીમ’ તૈયાર કરવા પોલીસવડાની સૂચના
ગુજરાતમાં મહોરમના તહેવાર નિમિત્તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના અધ્યક્ષ સ્થાને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા અર્થે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.
આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ગુજરાતના તમામ પોલીસ કમિશનરો, રેન્જ વડાઓ અને એસ.પી. તેમજ શહેર, જિલ્લા, રેન્જ અને યુનિટના વડાઓને મહોરમના જુલૂસ, તાજીયાના રૂૂટ્સ પર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે કડક ’બંદોબસ્ત સ્કીમ’ તૈયાર કરવા સૂચના આપી હતી.
ગુજરાતમાં અગાવ મહોરમ સમયે થયેલા બે કોમ વચ્ચે છમકલાં લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને વિશેષ તકેદારી રાખવાનો નિર્દેશ આપિયો હતો અગાવ જે વિસ્તાર થયેલા છમકલાં જાણકારી મેળવી ને વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો સાથે સાથે કોમી એકતા અને શાંતિ જળવાઈ રહે તે માટે સ્થાનિક સ્તરે શાંતિ સમિતિઓ, મોહલ્લા સમિતિઓ, ધાર્મિક અગ્રણીઓ અને સમુદાયના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત બેઠકો યોજવા તાકીદ કરી હતી.
ગુજરાતમાં મહોરમના તહેવાર દરમિયાન રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી સંખ્યામાં એસ.આર.પીની કંપનીઓ અને પ્લાટૂનની ફાળવણી કરવામાં આવી છે. સાથે સાથે રાજ્યભરમાં બંદોબસ્તમાં તૈનાત તમામ પોલીસ કર્મચારીઓને ફરજ પર મોકલતા પૂર્વે તેમની જવાબ દારીઓ, વિસ્તારની સંવેદનશીલતા અને ઇમરજન્સી પ્રોટોકોલ અંગે યોગ્ય બ્રીફિંગ આપવા ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક એ આદેશ આપ્યા છે. સમગ્ર રાજ્યમાં તાજીયા જુલૂસ સંદર્ભે આઇડેન્ટિફાઇડ 919 જેટલા સંવેદનશીલ સ્થળો પર ટેકનોલોજીની મદદથી એક્સ્ટ્રા એલર્ટ રહેવા જણાવાયું છે. આ ઉપરાંત, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં મહોરમ દરમિયાન જે વિસ્તારોમાં નાની-મોટી છમકલાંની ઘટનાઓ નોંધાઈ છે, ત્યાં રિસ્ક એસેસમેન્ટ કરવા તાકીદ કરાઈ છે.
ગુજરાતમાં જાહેર જનતામાં સુરક્ષાનો અહેસાસ વધારવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં 8 થી 10 પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી સઘન ’ફૂટ પેટ્રોલીંગ’ કરવાના આદેશ અપાયા છે. સાથે સાથે ભીડ નિયંત્રણ અને પ્રિવેન્ટિવ પોલીસિંગ માટે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવા તેમજ મોટા જનમેદની વાળા સ્થળો પર ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં ઉપરાંત પોલીસ કર્મચારીઓને ફરજ દરમિયાન ’બોડી-વોર્ન કેમેરા’ પહેરવા જણાવાયું છે.
આ ઉપરાંત, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કોમી એકતાને કે કોઈ ધાર્મિકતાને ઠેસ પહોચે તેવા પોસ્ટ્સ, અફવાઓ, ખોટી માહિતી ફેલાવતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સતત મોનિટરિંગ રાખવામાં આવશે. તે ઉપરાંત જુલુસ સ્થળોએ સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે ટ્રાફિક અને ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યા છે.
