જર્મનીમાં રોબો માટે ખુલ્યું સ્પેશિયલ જિમ

માણસો ફિઝિકલી ફિટ રહેવા માટે જિમમાં જાય છે તો રોબોને ફિટ રાખવા શું કરવાનું? જર્મનીમાં એનો પણ જુગાડ થઈ ગયો છે. જર્મનીમાં મ્યુનિક ઍરપોર્ટ પાસે…

માણસો ફિઝિકલી ફિટ રહેવા માટે જિમમાં જાય છે તો રોબોને ફિટ રાખવા શું કરવાનું? જર્મનીમાં એનો પણ જુગાડ થઈ ગયો છે. જર્મનીમાં મ્યુનિક ઍરપોર્ટ પાસે બનેલા એક સેન્ટરમાં રોબો માટે જિમ ખૂલ્યું છે. અહીં રોબોને અલગ-અલગ પ્રકારના ફિઝિકલ ટાસ્ક કરતાં શીખવવામાં આવે છે.

હ્યુમનોઇડ એટલે કે માણસો જેવા જ આકારનું શરીર ધરાવતા રોબોને પોતાનું શરીર કઈ રીતે ચલાવવું એની ટ્રેઇનિંગ આપવાનું કામ આ જિમમાં થાય છે. હાથને ચોક્કસ ઍન્ગલમાં વાળીને અશક્ય લાગતાં કામો કઈ રીતે કરવાં, નાની ડબ્બીઓ ખોલવી, મશીનોના પૂરજા ખોલીને એને ફિટ કરવા માટે રોબોની પોતાની પણ ફ્લેક્સિબિલિટી હોવી જરૂૂરી છે. આ બધું જ કામ રોબોને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સિમ્યુલેશન દ્વારા શીખવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *