જોર્ડનના ચર્ચમાં અંતિમવિધિ વચ્ચે આડેધડ ગોળીબારમાં સાતના મોત, 34ને ઇજા

જોર્ડનના મધ્ય ભાગમાં આવેલા કરાક ગવર્નરેટના હમૌદ સ્થિત એક ચર્ચમાં શોકસભા અને અંતિમવિધિ ચાલતી હતી તે દરમિયાન સશસ્ત્ર બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ભયાનક…

જોર્ડનના મધ્ય ભાગમાં આવેલા કરાક ગવર્નરેટના હમૌદ સ્થિત એક ચર્ચમાં શોકસભા અને અંતિમવિધિ ચાલતી હતી તે દરમિયાન સશસ્ત્ર બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ભયાનક અને આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 34 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અજાણ્યા હુમલાખોરો કારમાં આવ્યા હતા અને ચર્ચમાં ઘૂસીને વિસ્ફોટો અને અંધાધૂંધ ફાયરિંગ કર્યા બાદ ફરાર થઈ ગયા હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યારે હુમલો થયો ત્યારે ચર્ચમાં આશરે 150 થી 200 લોકો હાજર હતા. પ્રાર્થના પૂરી થતાંની સાથે જ ધમાકા અને મશીનગનમાંથી સતત ફાયરિંગનો અવાજ સંભળાવા લાગ્યો હતો. ચર્ચમાં હાજર લોકોએ ગોળીઓથી બચવા માટે બેન્ચો નીચે સંતાઈ જવાનો અને બારીઓથી દૂર ભાગવાનો પ્રયાસ કર્યો હતો. લગભગ 10 થી 15 મિનિટ સુધી ચાલેલા આ તાંડવ બાદ ચર્ચના આંગણામાં લોહીલુહાણ હાલતમાં મૃતદેહો અને ઘાયલો પડેલા જોવા મળ્યા હતા.

સીસીટીવી ફૂટેજમાં ત્રણ હથિયારબંધ લોકો ચર્ચ પરિસરમાં પ્રવેશતા અને હુમલો કર્યા બાદ પિકઅપ ટ્રકમાં ફાયરિંગ કરતા ભાગી જતા જોવા મળી રહ્યા છે. હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

જોર્ડનના આંતરિક બાબતોના પ્રધાન માઝેન અલ-ફરાયાએ પત્રકાર પરિષદમાં આ ઘટનાને જોર્ડનના ઇતિહાસમાં અત્યંત દુ:ખદ અને ભયાનક ગણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે સુરક્ષા દળો ઉગ્રવાદી જૂથના આ હુમલાખોરોને ઝડપી પાડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. બીજી તરફ, જોર્ડનના કિંગ અબ્દુલ્લા ઈંઈં એ આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરતા કહ્યું કે, કરાકને લક્ષ્ય બનાવીને કરવામાં આવેલા આ આતંકવાદી કૃત્ય સામે દેશ સખતમાં સખત પગલાં ભરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *