‘પપ્પા તમને નહીં સમજાય’ ગુરૂવારથી ડિજિટલ પ્લેટફોર્મ ‘JOJO’ પર રિલીઝ

  ગુજરાતી મનોરંજનના અગ્રણી ઘઝઝ પ્લેટફોર્મ ’જોજો’ એપ પર દર્શકો માટે વધુ એક યાદગાર અને સમગ્ર પરિવાર સાથે બેસીને માણી શકાય તેવી સુપરહિટ ગુજરાતી ફિલ્મ…

 

ગુજરાતી મનોરંજનના અગ્રણી ઘઝઝ પ્લેટફોર્મ ’જોજો’ એપ પર દર્શકો માટે વધુ એક યાદગાર અને સમગ્ર પરિવાર સાથે બેસીને માણી શકાય તેવી સુપરહિટ ગુજરાતી ફિલ્મ ’પપ્પા તમને નહીં સમજાય’ આગામી 26 નવેમ્બરના સ્ટ્રીમ થવા જઈ રહી છે. હાસ્ય, લાગણી અને પારિવારિક મૂલ્યોથી ભરપૂર આ ફિલ્મ હવે ઘરે બેઠા ડિજિટલ પ્લેટફોર્મ પર માણી શકાશે.

ધર્મેશ મહેતા દ્વારા દિગ્દર્શિત આ કોમેડી-ડ્રામા ફિલ્મમાં ગુજરાતી અને હિન્દી સિનેમાના જાણીતા કલાકારોનો કાફલો જોવા મળે છે. ફિલ્મમાં મનોજ જોશી, ભવ્ય ગાંધી, કેતકી દવે, શ્રદ્ધા ડાંગર અને જોની લીવર મુખ્ય ભૂમિકામાં અભિનય કરતા જોવા મળશે. દિગ્ગજ કલાકારોની કોમિક ટાઈમિંગ અને ભાવનાત્મક અભિનય આ ફિલ્મને ખાસ બનાવે છે.

’પપ્પા તમને નહીં સમજાય’ એ પિતા હસમુખલાલ મહેતા (મનોજ જોશી) અને તેમના પુત્ર મુંજાલ મહેતા (ભવ્ય ગાંધી) વચ્ચેના ખાસ સંબંધોની આસપાસ ફરતી વાર્તા છે. મુંજાલ જ્યારે કોલેજ જીવનમાં પ્રવેશે છે ત્યારે પિતા અને પુત્ર વચ્ચે ’જનરેશન ગેપ’ સર્જાય છે. આધુનિક વિચારસરણી ધરાવતા દીકરા અને પરંપરાગત વિચારો ધરાવતા પિતા વચ્ચેના મતભેદો, ગેરસમજો અને આ અંતરને દૂર કરવા માટે હસમુખલાલ દ્વારા કરવામાં આવતા હૃદયસ્પર્શી તેમજ હાસ્યજનક પ્રયાસો ફિલ્મને અત્યંત રસપ્રદ બનાવે છે.

‘જોજો’ (JOJO) એ વિશ્વની અગ્રણી ગુજરાતી OTT એપ છે, જે 177 થી વધુ દેશોમાં વસતા ગુજરાતીઓને તેમની માતૃભાષા અને સંસ્કૃતિ સાથે જોડે છે. દર અઠવાડિયે નવી ગુજરાતી ફિલ્મો, વેબ સિરીઝ, નાટકો અને શોઝ સાથે ’જોજો’ વિશ્વભરના ગુજરાતી પરિવારોનું મનપસંદ મનોરંજન પ્લેટફોર્મ બની ચૂક્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *