રાજકોટ શહેર અને જિલ્લામાં મતદાર યાદીને અદ્યતન બનાવવા માટે મહિનાના ચાર રવિવાર વિશેષ સુધારણા કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી આવતા મહિનાના કુલ ચાર રવિવાર દરમિયાન કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર વિભાગનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજકોટ શહેર અને જિલ્લાના કુલ 2,512 મતદાન મથકો પર સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી બૂથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહી મતદાર યાદી સંબંધિત કામગીરી કરશે. આ સુધારણા કાર્યક્રમ 27/11/26 થી લઇ 26/12/26 મહિના અંતર્ગત આવતા ચાર રવિવાર દરમિયાન યોજાશે.
આ અભિયાન અંતર્ગત મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા, બિનજરૂૂરી અથવા પાત્રતા ગુમાવેલા નામ કમી કરવા તેમજ મતદારોની વિગતોમાં સુધારા કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. જે નાગરિકોના નામ મતદાર યાદીમાં નોંધાવવાના બાકી છે તેઓ જરૂૂરી પ્રક્રિયા કરીને નામ ઉમેરવા માટે અરજી કરી શકશે. આ ઉપરાંત મતદાર યાદીમાં નોંધાયેલા નામ, સરનામું અથવા અન્ય વિગતોમાં સુધારો કરાવવાનો હોય તો પણ સંબંધિત બૂથ પર જરૂૂરી માર્ગદર્શન મેળવી શકાશે.
મતદાર યાદીમાં નવા મતદાર તરીકે નામ નોંધાવવા માટે ફોર્મ નંબર-6 ભરવાનું રહેશે. જ્યારે મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ નંબર-7નો ઉપયોગ કરવામાં આવે છે. મતદારના નામ, સરનામા સહિતની વિગતોમાં સુધારા અથવા સ્થળાંતર સંબંધિત ફેરફાર માટે લાગુ પડતી પ્રક્રિયા મુજબ ફોર્મ નંબર-8 ભરી શકાશે.મતદાર યાદી સુધારણાની આ કામગીરી આવતીકાલના રવિવાર ઉપરાંત ચાલુ મહિનાના આગામી ત્રણ રવિવારે પણ કરવામાં આવશે. આ ચારેય રવિવારે રાજકોટ શહેર અને જિલ્લાના કુલ 2,512 મતદાન મથકો પર ઇકઘ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે. મતદારોને પોતાના નામની ચકાસણી કરવા અને જરૂૂરી સુધારા કરાવવા માટે આ તકનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
મતદાર યાદીમાં નામની નોંધણી કે વિગતોમાં સુધારો કરાવવાની જરૂૂર હોય તેવા નાગરિકો સંબંધિત મતદાન મથક પર જઈ જરૂૂરી માહિતી મેળવી શકશે. આ કામગીરીથી મતદાર યાદીમાં જરૂૂરી સુધારા કરવામાં મદદ મળશે અને યાદીને વધુ અદ્યતન બનાવવાની પ્રક્રિયાને વેગ મળશે.
