સિવિલમાં નવજાત શિશુ-સગર્ભાઓ માટે ખાસ વ્યવસ્થા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાને ધ્યાને લેતા રાજકોટ જિલ્લા કલેકટરશ્રી ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં ડિઝાસ્ટર તંત્ર દ્વારા જિલ્લામાં…

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાને ધ્યાને લેતા રાજકોટ જિલ્લા કલેકટરશ્રી ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં ડિઝાસ્ટર તંત્ર દ્વારા જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન અંગે પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે.

વિશેષમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના મહિલા અને બાળ વિભાગ દ્વારા પણ આ દિવસો દરમ્યાન નવજાત શિશુઓ, સગર્ભા મહિલાઓ માટે વિશેષ તૈયારી કરવામાં આવી છે. વિભાગના હેડ ડો. કમલ ગોસ્વામીએ જણાવ્યું છે કે, એમ.સી.એચ. વિંગ ખાતે સગર્ભા મહિલાઓ માટે જરૂૂરી દવાઓનો સ્ટોક સહિત બેડની પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે. વધુમાં જિલ્લાના આરોગ્ય કેન્દ્ર સાથે સંકલનમાં રહી ઈમરજન્સીમાં કોઈ દર્દીને સિવિલ ખાતે દાખલ કરવાની જરૂૂર પડે તો તેમના પરિવહન માટે ખિલખિલાટ વાન પણ તૈયાર રાખવામાં આવી હોવાનું ડો. ગોસ્વામીએ જણાવ્યું છે.

જો કે, સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓના સ્વજનોની હાલત વરસાદમાં કફોડી થઈ ગઈ હતી. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ છાપરામાં પાણી ભરાઈ જતાં લોકોને પાણીમાં સુવાની ફરજ પડી હતી. હોસ્પિટલની લોબી સંપૂર્ણ ખાલી હોવા છતાં તંત્ર દ્વારા દર્દીઓના સગા-વ્હાલાઓને લોબીમાં સુવા-બેસવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *