કાલાવડ રોડ પર કોટેચા ચોક નજીક નુતનનગર મેઈન રોડ પર રહેતાં નિર્મળાબેન કિશોરભાઈ કાનપરા (ઉ.વ.72)ની પુત્રી સોનલબેન (ઉ.વ.49) પર પુત્ર રવીન (ઉ.વ.43)એ વાઈપરથી હુમલો કરી ઈજા કર્યાની અને નિર્મળાબેન છોડાવવા વચ્ચે પડતા તેના હાથનો પંજો પકડી મરડી નાખ્યાની માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
નિર્મળાબેને પોલીસને જણાવ્યું કે તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.
સૌથી મોટી પુત્રી સોનલબેન (ઉ.વ.49) અપરણીત છે અને તેની સાથે રહે છે. મોટો પુત્ર વિપુલના લગ્ન થઈ ગયા છે. તે અલગ રહે છે. જયારે નાનો પુત્ર રવીન તેના પત્ની અને સંતાનો સાથે રહે છે. ગઈ તા.15નાં પુત્રી સોનલબેને તેની સારવારની દવા મંગાવી હતી. જેના બિલની ચુકવણી કરવા તેણે આરોપી રવીનને કહ્યું હતું. પરંતુ તેણે કોઈ જવાબ નહી આપતા ફરી બિલ બાબતે કહેતા રવીનેને સારૂૂ નહી લાગતો ઉશ્કેરાઈ મોટા અવાજે બોલવા લાગ્યો હતો. તેને ઉંચા અવાજે વાતો નહી કરવાનું કહેતા રવીનને સારૂૂ નહીં લાગતા સોનલર્બેન સાથે મારકૂટ કરવા લાગ્યો હતો.
તે છોડાવવા વચ્ચે પડતા રવીને તેના હાથનો પંજો પણ મરડી નાખતાં ઈજા થઈ હતી. બાદમાં બાથરૂૂમમાં પડેલા વાઈપરથી સોનલબેનને માર મારી હું તમને કહું તેમજ તમારે રહેવાનું છે કહી તેના રૂૂમાં જતો રહ્યો હતો આ મામલે માલવીયા નગર પોલીસના સ્ટાફે આરોપીને પકડી લેવા તજવીજ શરુ કરી છે.