પિતાએ થોડા દિવસ બાદ નવો મોબાઇલ લેવાનુ કહેતા પુત્રએ ઝેરી દવા પી લીધી

મોબાઇલનુ દુષણ બાળકોમાં અને યુવાનોમાં ઘર કરી ગયુ છે. રીલ્સના ચકકરમાં અને સેલ્ફીના ચકકરમાં અનેક વખત યુવાનોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. એવી અનેક ઘટના…

મોબાઇલનુ દુષણ બાળકોમાં અને યુવાનોમાં ઘર કરી ગયુ છે. રીલ્સના ચકકરમાં અને સેલ્ફીના ચકકરમાં અનેક વખત યુવાનોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. એવી અનેક ઘટના બની છે. ત્યારે રાજકોટ શહેરમાં ગોકુલધામ નજીક આવેલા ખોડીયાર પરામાં રહેતા યુવાનને પિતાએ થોડા દિવસ બાદ મોબાઇલ લેવાનુ કહેતા યુવાને ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ખોડીયાર પરામાં રહેતો રોહીત સુરેશભાઇ ગોહીલ નામનો 21 વર્ષ યુવાન ગઇકાલે ઉંદર મારવાની ઝેરી દવા પી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં તેમના પિતાએ જણાવ્યુ હતુ કે, રોહીત રિક્ષા ચલાવે છે. તેમનો મોબાઇલ બગડી ગયો જેથી તેમણે મોબાઇલ લેવાનુ કહેતા હાલ પરિસ્થિતિ નબળી હોય જેથી થોડા દિવસ રાહ જોવાનુ કહ્યુ હતું. જેના કારણે રોહીતને લાગી આવતા તેમણે ઉંદર મારવાની ઝેરી દવા પી લીધ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *